તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાન મથકમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં 23મી એપ્રિલે મતદાનના દિવસે મતદાન મથકમાં અનધિકૃત વ્યક્તિઓ પ્રવેશવા પર જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહન દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ ફરમાવાયો છે.

મતદાનના દિવસે મતદાન મથકમાં મતદારો, મતદાન અધિકારીઓ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ અને એક સમયે ઉમેદવારના એક જ મતદાન એજન્ટ, ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલ વ્યક્તિઓ, ફરજ પરના જાહેર સેવક, મતદારના હાથમાં રહેલ બાળક, અંધ/અશક્ત મતદાર કે જે કોઇ વ્યક્તિની મદદ સિવાય હલી ચલી શકતા નથી તેવા મતદારો સાથે કોઇ એક વ્યક્તિ, પ્રિસાઇડીંગ ઓફિસર મતદારોને ઓળખવા અથવા મતદાનના કાર્યમાં પ્રિસાઇડીંગ ઓફિસરને મદદ કરવાના હેતુસર પરવાનગી આપે તેવી અન્ય કોઇ વ્યક્તિ જ પ્રવેશ કરી શકશે તેના સિવાય કોઇ વ્યક્તિ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં.

રાજકીય પ્રતિકવાળા વસ્ત્રો સાથે પ્રવેશ પર મનાઇ
આદર્શ આચારસંહિતા અનુસાર રાજકીય પક્ષના નામ, પ્રતિક કે સુત્ર સાથે ટોપી, શાલ વગેરે જેવા પહેરવેશ સાથે મતદાન મથક, મતગણતરી મથકમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિ રાજકીય પક્ષના નામ, પ્રતિક કે સુત્ર સાથેની ટોપી, શાલ વગેરે જેવા પહેરવેશ સાથે મતદાન કેન્દ્ર કે મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...