31 મહિના પછી પણ GST પોર્ટલમાં ખામી રહેતા વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વન નેશન વન ટેક્ષ અંતર્ગત કેન્દ્ર સરકારે બધા જ વ્યાપારી કરને એક છત્ર નીચે લઈને જી.એસ.ટી. લાગુ કર્યો તેને આજે 31 મહિના થઇ ગયા તો પણ પોર્ટલની ખામી યથાવત છે, તેવો આક્ષેપ ટેક્ષ પ્રોફેશનલ્સ દ્વારા કરાયો હતો. કરદાતાઓને પડતી મુશ્કેલીને લઈને મંગળવારે ભુજ અને ગાંધીધામમાં સલગ્ન કચેરીએ વિવિધ એસોસીએશનના સભ્યોએ કાળી પટ્ટી ધારણ કરી આવેદન પત્ર આપ્યું હતું.

સમગ્ર રાજ્યમાં જી.એસ.ટી. પોર્ટલ પર રહેલી ટેકનીકલ ક્ષતિઓ બાબતે એડ્વોકેટ્સ અને ટેક્ષ પ્રેકટીશનરો દ્વારા જિલ્લા સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. પ્રથમ બનાવ છે કે ટેક્સ વ્યવાસાયથી જોડાયેલા ગુજરાતના તમામ મોટા એસોસીએશન સાથે મળી એક્શન કમિટી બનાવી જીલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી હોય. ભુજ અને ગાંધીધામમાં જોઈન્ટ એસોસીએશન કમિટી દ્વારા સંસદસભ્ય, ધારાસભ્ય, કલેકટર, સેન્ટ્રલ જી.એસ.ટી. તથા સ્ટેટ જી.એસ.ટી. ઓફીસના અધિકારીને આવેદનપત્ર અઆપ્યું હતું. જે મુદ્દાઓ રજુ કરાયા તેમાં મુખ્યત્વે જી.એસ.ટી. પોર્ટલમાં 31 મહિના બાદ પણ કોઈ સુધારો નથી થયો, ટેકનીકલ ખામીઓ અંગે અનેકવાર રજૂઆત બાદ પણ પગલા નથી લેવાયા, નબળા પોર્ટલને કારણે કરદાતા, કર વ્યવસાયીઓ અને દેશના હિતને નુકશાન થઇ રહ્યું છે, કાયદા હેઠળ થતી વિધિઓમાં અપાર મુશ્કેલી પડે છે, જેની ફરિયાદોનો નિકાલ પણ નથી થતો, દર મહીને કોઈપણ રીટર્ન ભરવાના અંતિમ દિને સાઈટ કલાકો સુધી ઠપ્પ રહે છે જેને કારણે કરદાતાને લેઇટ ફી ભરવી પડે છે. આ ઉપરાંત 31 મહિનામાં 500 થી વધુ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યા છે. જે સુધારા સમજવામાં મુશ્કેલી ઉભી થાય છે. જોઈન્ટ એસોસીએશન એક્શન કમિટી દ્વારા મુદ્દાને ત્વરિત અગ્રતા આપવામાં આવે અને સમાધાન કરવામાં આવે તેવા મુદ્દાઓ પણ રજુ કર્યા હતા જે મુજબ જે કિસ્સામાં પાછળથી મુદ્દત વધારવામાં આવી હોય અને લેઇટ ફી ઉઘરાવવામાં આવી હોય તે પરત કરવામાં આવે, નાણાકીય વર્ષ 18-19 માટેના વાર્ષિક રીટર્નની તારીખ 31 માર્ચ છે અને હજી સુધી યુટીલીટી પોર્ટલ ચાલુ કરવામાં નથી આવ્યું માટે રીટર્ન ની મુદ્દત ૩૦ જૂન સુધી વધારવામાં આવે. આવી માંગણીઓ બાબતે ત્વરિત પગલા લેવામાં આવે. ભુજમાં નેશનલ એક્શન કમિટીના કોર્ડીનેટર પૂર્વેશ ગણાત્રા, કચ્છ સેલ્સટેક્ષ બાર એસો.ના પ્રમુખ અતુલભાઈ દેસાઈ, ઇન્કમટેક્ષ એસો.ના પ્રમુખ ભરતભાઈ જોશી, અરુણભાઈ વચ્છરાજાની, નીતિનભાઈ સંઘવી, હર્ષદ મહેતા, હસ્તીનભાઈ આચાર્ય વગેરે રજૂઆતમાં જોડાયા હતા તો ગાંધીધામમાં એસો.ના મંત્રી રાકેશ મહેતા, ખજાનચી કનૈયા આસનાની, મનોજ ગુરનાની, એફ.એ.હીરાનંદાની જોડાયા હતા.

_photocaption_ભુજ અને ગાંધીધામમાં આવેદન અપાયા તેની તસવીર.*photocaption*
અન્ય સમાચારો પણ છે...