તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂખી ડેમમાંથી પસાર થતા િવજ વાયરો દૂર કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂખી ડેમ સિંચાઇ સમિતિના સદસ્યો દ્વારા ડેમ અંદરથી પસાર થતી અને વાયરલેસ સેટ ક્વાર્ટર પરથી પસાર થતી વીજલાઇનો દૂર કરવા અદાણી ગ્રીન અેનર્જીના ઉચ્ચાધિકારીઅોને લેખિત રજૂઅાત કરાઇ છે.

રજૂઅાતમાં જણાવાયા મુજબ સમિતિમાં મોટી ગોધિયાર, ડાડોર અને વગનો સમાવેશ થાય છે. અા વિસ્તારના ખેડૂતો ભૂખી ડેમમાંથી પિયત કરે છે. હાલમાં અછતને લીધે ડેમ ખાલી છે ત્યારે કંપની દ્વારા ડેમની વચ્ચે વીજપોલ ઊભા કરાયા છે.

જ્યારે ડેમમાં પાણી અાવશે ત્યારે અા વીજપોલ મુશ્કેલી પેદા કરશે. વાયરલેસ સેટ ક્વાર્ટર પરથી તેની વીજલાઇનો પસાર થતી હોવાથી જીવલેણ અકસ્માતની સંભાવના પેદા થાય છે.

અન્ય સમાચારો પણ છે...