તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાસહાયકોને રાહત : ખાસ રજાઓમાં નહીં થાય રિકવરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્ય સરકારના નાણા વિભાગના તા. 1/1/2016 ના પરિપત્ર મૂજબ ફિક્સ પગારના કર્મચારીઓને 15 દિવસની ખાસ રજાઓના લાભ બાબતે અગાઉ પરિપત્ર થયો હતો. આ પરિપત્રના આધારે વિધાસહાયકો સહિત ફિક્સ પગારના ઘણા કર્મચારીઓએ આ ખાસ રજાનો લાભ લીધો હતો અને રજાઓ મંજૂર કરાઇ હતી. પરંતુ, ત્યાર બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓએ પરિપત્રનો જુદો અર્થઘટન કરી વિધાસહાયકો એ વેકેશનલ કર્મચારીઓ હોઇ તેમને આ ખાસ રજાઓનો લાભ ન મળે એવું જણાવ્યું હતું. જોકે, ઘણા ખરા જિલ્લાઓમાં વિધાસહાયકોની ખાસ રજાઓ મંજૂર પણ કરાતી હતી.

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ વિધાસહાયકોને ખાસ રજાઓ બાબતે તા. 10/5/19 ના પત્રથી દરખાસ્ત પણ કરવામાં આવી હતી. પરંતુ શિક્ષણ વિભાગે તેનો અસ્વીકાર કર્યો હતો. પરિણામે પ્રાથમિક શિક્ષણ નિયામકે તા. 2/3/20 ના પત્રથી તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓને એક પત્ર લખીને વિધાસહાયકોને અપાતી આ ખાસ રજાઓ રદ કરી વિધાસહાયકોએ જેટલા દિવસની રજા ભોગવી હોય તેટલા દિવસની કપાત રજા ગણી નાણા રિકવરી કરવાનો આદેશ કર્યો હતો. નિયામકના પત્રના પગલે દરેક જિ. પ્રા. શિ.ઓએ પણ દરેક તાલુકાઓને પત્ર લખીને ખાસ રજાઓ ભોગવેલ વિધાસહાયકોની માહિતી તાત્કાલિક મોકલી આપવા જણાવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ તથા પ્રા. શિ. નિયામક પાસે રજૂઆતો કરાઇ હતી. જે બાદ નિયામક ડૉ. એમ.આઇ.જોષીએ રાજ્યના જિ. પ્રા.શિક્ષણાધિકારીઓને એક પત્ર લખીને વિધાસહાયકોને ખાસ રજાઓનો લાભ આપવા હાલ સરકારના વિચારાધીન હોઇ હાલ રિકવરી ન કરવા આદેશ કર્યો હોવાનું ગુ. રા. પ્રા. શિ. સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાઅે જણાવ્યું છે.

પરિપત્રના અર્થઘટન જિલ્લે જિલ્લે જુદા જુદા થતા હતા


વિધાસહાયકોને વેકેશનલ કર્મી ગણીને વંચિત રખાયા હતા


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો