તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોખમોને નિયંત્રિત કરવા માટેની વ્યુહરચનાની પુસ્તિકાનું વિમોચન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

આપત્તિના જોખમોને નિયંત્રિત કરવા માટેના આંતરરાષ્ટ્રીય દસ્તાવેજ સેન્ડાઇ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રીસ્ક રીડીકશન (૨૦૧૫-૩૦) તેમજ વડાપ્રધાનના આપત્તિ જોખમ વ્યવસ્થાપન માટેના ૧૦ મુદાની કાર્યસૂચિની તર્જ પર ‘‘આપત્તિ સલામત અને સુરક્ષિત ભુજ’’ અભિયાન હેઠળ અોલ ઇન્ડિયા ડિઝાસ્ટર મિનિગેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્રના સંકલનમાં ભુજમાં આપત્તિ જોખમોને નિયંત્રિત કરવા માટેની વ્યુહરચનાની પુસ્તિકાનું જિલ્લા સમાહર્તાના હસ્તે વિમોચન કરાયું હતું.

જી.એસ.ડી.એમ.ના ડિસ્ટ્રિક્ટ પ્રોજેકટ ઓફિસર મેહુલ પઢારિયાના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિભાગો દ્વારા પ્રાયોગિક અને અમલીકરણ યોગ્ય ઉપયોગી વ્યુહરચના માટે સરવે કરાયા બાદ નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા કરાઇ હતી. જે દરમ્યાન મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ વ્યુહરચના ઘડીને તૈયાર કરાયેલી પુસ્તિકાનું વિમોચન જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના હસ્તે કરાયું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન શાખાના મામલતદાર સી.આર.પ્રજાપતિએ કહ્યું હતું કે, આવનારા સમયમાં તબક્કાવાર, ભુજની ડીઆરઆર વ્યુહરચના શરૂ કરવાના માર્ગ તરીકે કાર્યવાહીની ફાયર રોડ સેફટી અને હીટવેવ પર જાગૃતિ અભિયાન યોજાશે. અાતકે સિવિલ સર્જન, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સિવિલ ડિફેન્સ પીઆઇ, ભુજ પાલિકાની ફાયરબ્રિગેડ ટીમ, આરોગ્ય વિભાગ, પ્રવાસન વિભાગ, ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

‘આપત્તિ સલામત અને સુરક્ષિત ભુજ’ અભિયાન હેઠળ


ફાયર રોડ સેફટી, હીટવેવ પર તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો