તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Red Cross Development Of Kutch Amid The Unresolved Question Of Water 061555

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીના વણઉકેલ પ્રશ્ન વચ્ચે કચ્છનો રેડક્રોસ ઢબે વિકાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાણી અે કચ્છનો પ્રાણ પ્રશ્ન છે અને દાયકાઅોથી વણઉકેલ છે. ક્યાેરક દુકાળ પડે ત્યારે કે પછી બીજી કોઇ ગંભીર સમસ્યા ઊભી થાય ત્યારે અા સરહદી અને સૂકા મુલકની રાજકીય અવગણનાની ચર્ચા થતી રહે છે. ’65ના યુધ્ધમાં અપુરતી સુરક્ષા વ્યવસ્થાને લીધે કચ્છે છાડબેટ ગુમાવવાનો વારો અાવ્યો ત્યાંથી માંડીને નર્મદાના નીર અને ગુજરાતના પ્રધાનમંડળમાં કચ્છને નામ પૂરતું પ્રતિનિધિત્વ સુધીના મુદ્દા અાવી ચર્ચામાં ચમકતા રહે છે. અાખરે લાખ દુ:ખોંકી અેક દવા રૂપે ‘અલગ રાજ્ય’ના ઇલાજ તરફ અાંગળી ચિંધાય છે. એ સ્વાભાવિક છે કારણ કે સદીઅોથી કચ્છની અેક અલગ અને વિશિષ્ઠ પ્રદેશ તરીકેની પહેચાન છે. અાઝાદી પહેલાં અહીં સ્વતંત્ર રજવાડું હતું અેટલે નહિ પરંતુ અા પ્રદેશનું વિશાળ કદ, સફેદ રણ સહિતની ભાૈગોલિક વિશિષ્ટતાઅો અને પાણીના અભાવમાંથી ઉદભવેલી અનોખી લોકસંસ્કૃતિને લીધે તેની અેક અાગવી પરખ હતી અને અાજેય છે. ઘણાંને ખબર નહિ હોય કે હરિયાણા કે કેરળ જેવા ભારતના અલગ રાજ્ય કરતાં કચ્છનું ક્ષેત્રફળ વધારે છે. અરે કુવૈત દેશ પણ કદમાં કચ્છથી નાનો છે. વિચાર કરો ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર અેકલા કચ્છે રોક્યો છે. બાકીના ગુજરાતના પોણા ભાગના વિસ્તારમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સાૈરાષ્ટ્રના 32 જિલ્લાઅો છે. વળી ભાગલા પછીયે અાઠ વર્ષ સુધી કચ્છનું અલગ અસ્તિત્વ કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં સચવાઇ રહ્યું હતું.

અા કટારના અગાઉના હપ્તાઅોમાં કચ્છને અાઝાદી પછી પૂર્ણ રાજ્યને દરજ્જો ન મળ્યો અે અંગે સરદાર પટેલની ટકોર સહિતના મુદ્દા ચર્ચા કરી ગયા છીઅે અેટલે પુનરોચ્ચાર કરતા નથી પણ ઊડીને અાંખે વળગે અેવી વાત અે છે કે કવિ નર્મદે જ્યારે ગુજરાતી ભાષી પ્રજાની ગુર્જર ભૂમિનો ખ્યાલ પહેલીવાર પેશ કર્યો ત્યારે તેમાં કચ્છનો ક્યાંયે ઉલ્લેખ નહોતો. છેક 1873માં નર્મદકોશ પ્રસિધ્ધ થયો ત્યારે તેના અામુખમાં ‘જય જય ગરવી ગુજરાત’ ગીત રજૂ કરાયૂં હતું જેને અાપણે અાજે ગુજરાતનું ગીત કહીઅે છીઅે. અા રચનામાં ગુજરાતી ભાષી વિસ્તારોની ગુર્જર ભૂમિની કલ્પના કરવામાં અાવી હતી તેમાં યાત્રાધામોના નામ સાથે દિશાઅો સૂચવાઇ હતી. ઉત્તરે અંબાજી, પૂર્વે પાવાગઢ, દક્ષિણે કુંતેશ્વર મહાદેવ અને પશ્ચિમે સોમનાથ-દ્વારકા. અે સમયે પણ પશ્ચિમ છેવાડે નારાયણ સરોવર-કોટેશ્વર જાણીતા હતા પણ અેનાં નામ અેમાં નથી. સંભવ છે કે અે સમયે કચ્છમાં મહદઅંશે કચ્છીભાષી પ્રજા હતી તેથી સમાવેશ નહિ થયો હોય. જોકે પહેલીવાર કચ્છને પોતાની કલ્પનાના મહાગુજરાતમાં જાેડનાર કનૈયાલાલ મુન્શી હતા અેવું નોંધાયું છે. તેમણે 1937માં કરાંચી ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં મહાગુજરાતનો ખ્યાલ રજૂ કર્યો ત્યારે કચ્છનો ઉલ્લેખ કર્યો હતો.

ખેર પણ 1960માં કચ્છને મહાગુજરાત સાથે જોડી દેવાયું હતું ત્યારે કવિ રમેશ ગુપ્તાની રચના ‘સ્વર્ણ અક્ષરે લખશે કવિઅો યશગાથા ગુજરાતી...’ મન્નાડેના કંઠે ગવાઇ અને ભારે લોકપ્રિય બની. પણ ગુજરાતના સ્થાપનાના દિને જ અેની પ્રસિધ્ધિ થઇ તેમાંયે કચ્છ બાકાત હતું. ગુજરાત-સાૈરાષ્ટ્રની નદીઅો, કવિઅો, સર્જકો, નેતા, સંતો, વિગેરેના નામોનો ઉલ્લેખ છે. દા.ત. સાબરમતી, સરસ્વતી, નર્મદા, નરસિંહ, પ્રેમાનંદ, દયાનંદ, મેઘાણી, નર્મદ, સહજાનંદ, જલારામ વિગેરે. અફસોસ કે કચ્છનો કોઇ નથી. કમસેકમ મામૈદેવ કે દાદા મેકણનો ઉલ્લેખ તો જરૂર થઇ શક્યો હોત. પ્રશ્ન અાજ છે. કચ્છ સાથેની અેકતાનો-ભાવાત્મક અેકતાનો. ગીત તો અેક પ્રતીક છે અને અેમાં કવિ ભૂલીયે જાય પણ પ્રશ્ન માનસિકતાનો છે. કચ્છીમાડુ અે ગુજરાતી છે અેવી લાગણીની વાત છે. યશગાથા ગીત તો 60 વર્ષ પહેલા રચાયું હતું પણ અાજેય માનસિકતા બદલાઇ છે ખરી? સાહિત્ય, કલા, સંગીત, જેવા ક્ષેત્રો કે જુદા જુદા સંગઠનો, મંડળોમાં કચ્છનું નામ ગુજરાત કે સૌરાષ્ટ્ર સાથે સંયુક્ત રીતે જોડી દેવાય છે.. પણ, તેનો લાભ કચ્છીઅો કેટલે અંશે મળે છે? કચ્છ-સાૈરાષ્ટ્રના સંયુક્ત મંડળો, જુદા જુદા વ્યવસાયના મંડળોનોયે અહીં ઉલ્લેખ થઇ શકે. અેવું જ વિકાસના કામોમાં છે, નાણાંકીય ફાળવણીમાં છે. નામ કચ્છનું અને કામ કોકનુંું.

કચ્છના અલગ રાજ્યની માંગણી સાથે અા બધા મુદ્દા ઉપસતા રહે છે. પણ, શું કચ્છ અલગ રાજ્ય હોય તો તેનાથી ખેરખર કચ્છી પ્રજાને લાભ થાય ખરો કે ગેરફાયદો થાય? છ વર્ષ પહેલા અેટલે કે 2014માં અમદાવાદના કચ્છી જૈન સમાજના મુખપત્ર ‘મંગલ મંદિરનો અેક ખાસ વિશેષાંક’ અલગ કચ્છના ફાયદા અને ગેરફાયદા વિષય સાથે પ્રસિધ્ધ કરાયો હતો તેમાં જુદા જુદા પત્રકારો, કચ્છી, ગુજરાતી અભ્યાસુ, રાજકારણીઅો, નિવૃત્ત ઉચ્ચ સનદી અધિકારીઅો અને સાહિત્યકાર સહિતના તજજ્ઞોને લેખ લખવા ઇજન અપાયું હતું. તંત્રી અશોક મહેતા અને અેમના સાથીઅોઅે પહેલેથી જ સ્પષ્ટતા કરી દીધી હતી કે કચ્છનું અલગ રાજ્ય હોવું જોઇેઅ કે નહીં અે ચર્ચાનો વિષય નથી. માત્ર અને માત્ર અલગ કચ્છ રાજ્યના ફાયદા અને ગેરફાયદા જ ચર્ચવાના છે.

અા પ્રકારના અામંત્રણના જવાબમાં 15 તજજ્ઞોઅે લેખ લખીને મોકલ્યાં તેમાં ચાર રાજકારણી સુરેશચંદ્ર મહેતા, સનતભાઇ મહેતા, માજી નાણાપ્રધાન બાબુભાઇ મેઘજી શાહ અને માજી ધારાસભ્ય જયકુમાર સંઘવી, બે ભૂતપૂર્વ અધિકારીઅો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ કે. લહેરી અને કચ્છના માજી નાયબ જીલ્લા વિકાસ અધિકારી શશીકાંતભાઇ ઠક્કર ઉપરાંત પત્રકાર, પ્રોફેસર કે સાહિત્ય સાથે સંકળાયેલા નવ નિષ્ણાતોઅે મુદ્દાઅોની છણાવટ કરતા લેખ લખ્યા છે જેમાં યાસીન દલાલ, વીનેશ અંતાણી, અશ્વિન ઝિંઝુવાડિયા, નલિન ઉપાધ્યાય, પૃથ્વી શાહ, ડો. અેમ.જી. ઠક્કર, નરેશ અંતાણી ખુશમન ગુ. શાહ અને અા લખનાર (કીર્તિ ખત્રી)નો સમાવેશ થાય છે. તો કચ્છના રાજવી પરિવારના મોભી મ.શ્રી પ્રાગમલજી જાડેજા અને ગુજરાતના નિવૃત્ત મુખ્ય ચૂંટણી કમિશનર પ્રભાકર ધોળકિયાની ‘મંગલ મંદિર’ના સંપાદકીય સભ્યોઅે અંગત મુલાકાત લઇને અભિપ્રાયો જાણ્યા છે અને લખ્યા છે.

અા 17 વ્યક્તઅોઅે પોતપોતાની રીતે કચ્છ સંદર્ભે વિચાર કરીને ફાયદા-ગેરફાયદાના લેખાં-જોખાં કર્યા છે. અામ તો સંપાદકે સ્પષ્ટતા કરી છે કે કચ્છ અલગ રાજ્ય હોવું જોઇઅે કે નહીં અે વિષય ચર્ચવાનો નથી. અામ છતાં પ્રસિધ્ધ થયેલા લેખો પર નજર કરીઅે છીઅે તો અમુક લેખકોઅે અેના વિષયે પોતાના અભિપ્રાય અાપી દીધા છે. તો કચ્છના પ્રશ્નોનીયે વિગતે છણાવટ થઇ છે. અેટલું જ નહીં કચ્છની વર્તમાન નેતાગીરી સળગતી સમસ્યાઅો પ્રત્યે સાવ ખામોશ છે, અેના પ્રત્યે રોષ સુદ્ધાં વ્યક્ત કર્યો છે. કચ્છ અાઝાદી પછી તરત જ ‘ક’ વર્ગનું અેટલે કે કેન્દ્રના શાસન હેઠળનું રાજ્ય હતું ત્યારે અેના સર્વાંગી વિકાસના પગલા લેવાયા હતા અેનીયે ખસા નોંધ લેવામાં અાવી છે. ત્યાર પછી મુંબઇ રાજ્ય સાથે અને અંતે ગુજરાત સાથે કચ્છનું જોડાણ થયું જે અાજેય જારી છે. ગુજરાત સાથેના અા ગાળા દરમિયાન કચ્છની સમસ્યાઅો ક્રમશ: વધતી રહી છે અને ખાસ તો નર્મદાના નીરની ફાળવણીમાં તેને થયેલા અન્યાયને લીધે ભારે નારાજી છે. શૈક્ષણિક તેમજ અાૈદ્યોગિક ક્ષેત્રેય જરૂરી વિકાસ ન થયો અેની વાત જુદા જુદા લેખોમાં લેખકોઅે કરી છે. અા પૈકી ત્રણ-ચાર અભિપ્રાય અેવા છે, જેમાં જણાવાયું છે કે સરહદી જિલ્લાની વર્તમાન સમસ્યાઅો અલગ રાજ્ય થવાની ઉકેલાઇ જશે અેમ માનવું ભૂલભરેલું છે. પ્રશ્ન અસરકારક શાસન પ્રણાલીનો છે. અા ઉપરાંત વિકાસ બોર્ડ ગુજરાતના પ્રધાનમંડળમાં કચ્છને કેબિનેટ કક્ષાનું સ્થાન અને કચ્છનું વહીવટી વિભાજન જેવા ઉપાયો પણ સૂચવાયા છે. અે જ રીતે અલગ કચ્છ માટે લડત ચલાવવાની
અને બધા રાજકીય પક્ષો તેમજ સમાજોને અેકમંચ પર ભેગા કરવાની હિમયાતે થઇ છે.

અા લખનારે પોતાના અભિપ્રાયમાં લખ્યું છે કે કચ્છ અલગ રાજ્ય હોતતો નર્મદાનો પ્રશ્ન ઉકેલાઇ ગયો હોત પણ ભૂકંપ પછીનું નવસર્જન કેવું થયું હોત અે અેક પ્રશ્ન છે. અા બન્ને વિષયે અાગળના લેખોમાં છણાવટ થઇ ચૂકી છે. જોકે અા વિશેષાંકમાં ગુજરાતના ભૂતપૂર્વ નાણાપ્રધાનો સનતભાઇ મહેતા અને કચ્છી બાબુભાઇ મેઘજી શાહ તેમજ ભૂતપૂર્વ કચ્છી મુખ્યપ્રધાન સુરેશચંદ્ર મહેતાઅે અભ્યાસપૂર્ણ અભિપ્રાય અાપ્યા છે અેની વિેશષ નોંધ લેવા જેવી છે.

વડોદરામાં પાંચ વર્ષ પહેલા 91 વર્ષની પાકટ વયે અંતિમ શ્વાસ લેનાર સનતભાઇ કચ્છ સાથે અેકથી વધુ રીતે સંકળાયેલા હતા. ખાસ તો અા સૂકા મુલકની તરસને તેમણે પૂરેપૂરી પિછાણી હતી અને નર્મદા નિગમના અધ્યક્ષ હતા ત્યારે તેમજ ત્યાર પછી પાણીની સમસ્યા ઉકેલવા ઉપાયો સૂચવતા રહ્યા હતા. પીઢ અને અભ્યાસુ નેતાની તેમની છાપ હતી. ગુજરાતના બધા વિસ્તારોની ભાૈગોલિક, રાજકીય, સામાજિક અને અાર્થિક સ્થિતિથી તેઅો પૂરેપૂરા વાકેફ હતા. તેથી જ કચ્છનું વજૂદ અેક સ્વતંત્ર રાજ્યમાંથી જિલ્લાના રૂપમાં સંકોચાઇ ગયું તેનો અફસોસ કચ્છીમાડુની જેમ તેમનેય હતો. તેથી જ તો રાજ્ય પુન:રચના વખતે મોરારજીભાઇ દેસાઇઅે કચ્છ ગુજરાતને બોજરૂપ થશે અેવી ટકોર કરી હતી તેની સનતભાઇઅે ટીકા કરી હતી અેટલું જ નહીં અેમ પણ કહ્યું કે અાજે જો અા નેતા હયાત હોત તો શું કહેત?

બાકી સનતનભાઇના સમગ્ર લેખનો સાર કાઢીઅે તો તેમણે અાવક-જાવકના અાંકડાનો હિસાબ-કિતાબ ભલે નથી કર્યો પણ કચ્છના અાજના અાૈદ્યોગિક અને કૃષિવિકાસની નોંધ લેવાની સાથે સાથે સિંચાઇ માટેના પાણીના પ્રશ્નેય ધ્યાને લઇને અેવું નિરીક્ષણ કર્યું છે કે ‘કચ્છનો અાયજિત વિકાસ સતત નહીં પરંતુ કદીક વિદેશી અાક્રમણ કે કદીક ધરતીકંપના ઘાવ રૂઝવવા માટે રેડક્રોસ ઢબે થયો છે. અાના કારણે કચ્છની પ્રજાને વહીવટ રિમોટ લાગે છે.

તેમનું અા નિરીક્ષણ ખરે જ દાદ માંગી લે તેવું છે. ઘણાં નિરીક્ષકોનેય અેમ લાગે છે કે, રેડક્રોસવાળી વાતમાં તથ્ય છે. ધરતીકંપ પછી ટેક્સ હોલિ-ડે અને સસ્તી જમીનો અાપીને અાૈદ્યોગિક વિકાસ હાંસલ કરાયા પછી 20 વર્ષેય પાણી સહિતના પ્રશ્નો ગંભીર બન્યા છે અને ઉદ્યોગો સંકટમાં મૂકાયા છે. જોકે પ્રવાસન ક્ષેત્રે ખાસ કરીને સફેદ રણના માર્કેટિંગના કારણે સ્થિતિ જુદી છે.

ખેર, પણ સનતભાઇઅે અલગ રાજ્યની તરફેણ કરવાની સાથે નર્મદાના દરિયામાં વહી જતા પાણીનો વધુ હિસ્સો ફાળવીને કચ્છની કાયાપલટ કરવાયે સૂચન કર્યું છે. તેમણે અેમ પણ લખ્યું છે કે, ‘તાજા બનેલા છત્તીસગઢ અને ઝારખંડ બીજા ઘણાં મોટા રાજ્યોની તુલનામાં વિકાસમાં અાગળ નીકળી ગયા છે. વળી, કચ્છની જનતાની જૂની કસક દૂર કરવાનો રસ્તો તેલંગાણા-સિમાન્ધ્ર જેટલો અઘરો અને વિવાદી નથી.’ ટૂંકમાં સનતભાઇએ અલગ કચ્છની તરફેણ કરી છે. ‘મંગલ મંદિર’ના વિશેષાંકમાં સુરેશચંદ્ર મહેતા અને બાબુભાઇ શાહના મત વિષે હવે પછી વાત કરીશું.

વિશેષ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો