તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાવલવાડી રિલોકેશન સાઈટમાં રોજેરોજ બને છે ચોરીના બનાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં રાવલવાડી રિલોકેશન સાઈટમાં અેક પછી અેક વસાહતને નિશાચરો લક્ષ્યાંક બનાવી રહ્યા છે, જેમાં શુક્રવારે સહયોગનગર પાસે ‘બેઠક’ રેસ્ટોરન્ટના તાળા તોડવામાં નિષ્ફળ ગયા બાદ સામેની કેબિન તોડીને ગલ્લામાંથી રોકડ રકમ ઉપાડી ગયા હતા. જે ઘટના સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સહયોગ નગરની સામે સુપર માર્કેટની લાઈનમાં ‘બેઠક’ રેસ્ટોરન્ટ છે, જેમાં શુક્રવારે ચારેક વાગ્યાની અાસપાસ હેલ્મેટ અને મોઢા ઉપર રૂમાલ બાંધેલા બે નિશાચરો તાળા તોડતા સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે, તાળુ તૂટ્યું ન હતું, જેથી સામે ચા-નાસ્તાની કેબિન તોડી હતી, જેમાંથી રોકડ રૂપિયા ઉપાડી ગયા હતા. અેટલું જ નહીં પણ બાજુમાં લોજમાંથી પાણીની ટાંકી પણ ઉપાડી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અા અગાઉ નરસિંહ મહેતાનગરમાં ભરબપોરે પાણી ખેંચવાની મોટર ઉપાડી ગયા હતા. જે પણ સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થયા હતા. જેની પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જે બાદ નરસિંહ મહેતાનગરમાં મંદિરના તાળા તૂટ્યા હતા.

મકાનોમાંથી અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકાના લોખંડના ટાંકા ઉપાડી જવાની ઘટનાઅો પણ બનવા લાગી છે. અામ છતાં પોલીસ હરકતમાં અાવી નથી.

બે શખસો આવ્યા ને ચોરી કરી ચાલતી પકડી, ફુટેજમાં કેદ
CCTV ફૂટેજમાં બીજી વખત થયા કેદ
અન્ય સમાચારો પણ છે...