તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણોત્સવ અને પતંગોત્સવે કચ્છને વૈશ્વિક સ્તરે નામના અપાવી છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરડોના સફેદ રણમાં પ્રવાસન વિભાગ અને વહીવટીતંત્રના સહયોગથી અાયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશનાં 95 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવી રંગબેરંગી આભા પાથરી હતી.

આ અવસરે મદદનીશ કલેકટર મનીષ ગુરવાણીએ રણોત્સવ અને પતંગોત્સવે કચ્છને વૈશ્વિક અોળખ અાપી હોવાનું કહ્યું હતું. પતંગ મહોત્સવની શરૂઆત ફકત બે દેશના સાત વિદેશી મહેમાનોથી થઇ હતી જયારે આજે 15 દેશોનાં 47 કાઇટીસ્ટો કચ્છ અાવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ફ્રાન્સ, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલારૂસ, બેલ્જિયમ, બ્રાઝિલ, કમ્બોડિયા, ચીલી, માલ્ટા, ચિન, કોલંબિયા, ક્રોએસિયા, કુરાકાઓ, ડેન્માર્ક અને એસ્ટોનિયા જેવા દેશો તેમજ રાજસ્થાન, કર્ણાટક, કેરાલા અને પંજાબ જેવા ભારતના રાજ્યોમાંથી આવેલાં પતંગબાજોએ પોતાનાં કલા- કરતબો પ્રદર્શિત કરી દર્શકોને અચંબિત કર્યા હતા.

અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, મદદનીશ કલેકટર તેમજ ધોરડોના સરપંચ મીયાંહુસેન ગુલબેગે કાર્યક્રમને ખુલ્લો મૂકયો હતો. આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી(પર્સોનલ) કમલ દયાનીએ સફેદરણના સૌંદર્ય મઢ્યા વાતાવરણમાં દેશ-વિદેશનાં પતંગબાજોનાં કૌવતભર્યાં કરતબો નિહાળવાનો મોકો મેળવ્યો હતો.

આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ પાંચ સભ્યોની મેડીકલ ટીમ તેમજ પોલીસ સુરક્ષા કર્મીઓની ટીમે આરોગ્ય અને સુરક્ષાની વ્યવસ્થા સંભાળી હતી. મનોજ રાવત, ભુજના મામલતદાર યુ.એ.સુમરા, નિરવ પટ્ટણી, ભુજ પ્રવાસન વિભાગનાં પ્રિયંકાબેન અને યોગીતાબેન ઉપસ્થિત વગેરે રહયા હતા.કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલાએ કર્યું હતું.

મહાત્મા ગાંધીના પતંગનું આકર્ષણ
ચાર રાજયોમાંથી આવેલા પતંગબાજોએ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ, બેટી બચાવો-બેટી પઢાઓના સંદેશની સાથે જેલીફીશ, ડ્રેગન, મીકીમાઉસ, સ્ટ્રોબેરી આકાર, વ્હેલ આકારના પતંગો ચગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો