તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Rakshya39s Bogus Passes Will Be Canceled Chaudhary Will Be Prosecuted Rto 025132

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષાનું બોગસ પાસીંગ રદ્દ કરાશે, ચૌધરી સામે કાર્યવાહી થશે:RTO

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરીમાં ભાસ્કર ટીમ દ્વારા ગત સપ્તાહે સ્ટીંગ ઓપરેશન હાથ ધરાયું હતું. મંગળવારે પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ આરટીઓ દીલીપ યાદવે મંગળવારે બપોરે રિક્ષા ડિટેઇન કરી માલિકને મેમો આપી દીધો હતો, તો ગાંધીધામમાં થયેલી બોગસ પાસીંગ રદ્દ કરાશે અને પાસીંગ કરનારા ઇન્સ્પેકટર વી. આર. ચૌધરી સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

દિવ્યભાસ્કરની ટીમ દ્વારા ગત સપ્તાહે ગાંધીધામમાં બોગસ પાસીંગ થતું હોવાની વિગતોને પગલે સ્ટીંગ ઓપરેશન હાથ ધરાયું હતું. મંગળવારે તા.25-2ના અહેવાલ પ્રસિદ્ધ કરાતા બપોરે 1 વાગ્યે અેમ.વી.બાંભણીયાએ વાહનને જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે પકડી કચેરીએ ડિટેઇન કરી મુકી દીધું હતું. ખાખીધારી ઇન્સ્પેકટરોની બીકને લીધે ઇન્સ્પેકટરોને વાહનનો કબજો સોંપી ડ્રાઇવર ઘેર ચાલ્યો ગયો હતો.

આ અંગે આરટીઓ દીલીપ યાદવ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ગાંધીધામમાં વાહનનું બોગસ પાસીંગ થયું હોવાથી વાહનને ડિટેઇન કરી કચેરીએ મુકી દેવાયું છે, અસલ કાગળો રજુ કર્યા બાદ બોગસ ફિટનેશ રદ્દ થશે અને નવી પાસીંગ કરાશે. તો વધુમાં કહ્યું કે, ગાંધીધામના ઇન્સ્પેકટર વી. આર. ચૌધરીની ગંભીર બેદરકારી બદલ તેમની સામે પગલા ભરી કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો