તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Rabari Was Kidnapped By Masi Bhaneji A Minor From Vora Colony In Bhuj 021513

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની વોરા કોલોનીમાંથી રબારી શખ્સ સગીર માસી-ભાણેજીનું અપહરણ કરી ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજના મુન્દ્રા રોડ પર આવેલી વોરા કોલોનીમાંથી 17 વર્ષની માસી અને 15 વર્ષની ભાણેજીને લગ્ન કરવાની લાલચ આપીને ફોસલાવીને એક રબારી શખ્સ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ આજે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

આ બનાવની માહિતી આપતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના જાકરૂડ ગામના અને છેલ્લા 10 વર્ષથી ભુજમાં વોરા કોલોની પાસે રહેતા તથા પાણી સપ્લાયનું તથા ચોકી કરવાનું કામ કરતા એક શખ્સની 15 વર્ષની દીકરી અને 17 વર્ષની સાળીનું જેરામ ભચાભાઇ રબારી નામનો શખ્સ અપહરણ કરી ગયો હતો.

આ અંગે પોલીસના જણાવ્યા મુજબ આ ચોકીદારની દીકરી શહેરની ઇન્દ્રાબાઇ સ્કૂલમાં ધો. નવમાં અભ્યાસ કરે છે. ગઇકાલે તા. 26ના બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં તેની દીકરી પોતાની સગીરા માસી સાથે બજારમાં ગઇ હતી. ત્યારબાદ રાતે 9.30 વાગ્યાના અરસામાં બંને જણીઓ ઘરેથી નીકળી ગઇ હતી. ચોકીદારની અન્ય સાળીએ આ બંને સગીરાને ફોન કરતા તેમણે ફોન ઉપાડ્યો નહીં અને કાપી નાખવાનું પસંદ કર્યું હતું. આની વચ્ચે તેમના ઘરે અવારનવાર આવજા કરતા જેરામ રબારીને ફોન કરવામાં આવતા તેણે સરખો જવાબ આપ્યો ન હતો. અને તેની સાથેની વાતચીતમાં આ માસી-ભાણેજીનો અવાજ સંભળાઇ ગયો હતો. આ બાબતે પૂછપરછ કરવામાં આવતા જેરામે ફોન કાપી નાખ્યો હતો.ત્યારબાદ સગીરા માસી-ભાણેજીના વાલીઓએ જેરામના ઘરે જઇને તપાસ કરતા જાણવા મળ્યું કે જેરામ તો ઘરેથી સુટકેસ ભરીને સામાન લઇને બહારગામ જવા નીકળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો