તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડા (અા) અને કુનરિયાની રાત્રી સભામાં પ્રશ્નો રજૂ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના કોટડા અાથમણા તેમજ કુનરિયામાં યોજાયેલી રાત્રિ સભામાં ગ્રામજનોઅે વિવિધ સમસ્યાઅો રજૂ કરવાની સાથે તેના નિરાકરણની માગ કરી હતી.

કોટડા (અા)માં કલેક્ટર અેમ. નાગરાન સમક્ષ શ્રીસરકાર જમીન, જમીનનોનો માપણી વધારો, પાણીના ટાંકા માટે જમીન ફાળવણી સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા જેના પ્રત્યુત્તરમાં સમાહર્તાઅે યોગ્ય કરવાની ખાતરી અાપી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતીબેન પોકાર, સરપંચ શંભુભાઇ રબારી, સજુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

કુનરિયામાં મામલતદાર કોરાડિયા સમક્ષ મહેસૂલ, કુટુંબ સહાય, રાશન કાર્ડ, અાધાર કાર્ડ સહિતના મુદ્દે ગ્રામજનોઅે રજૂઅાત કરી હતી. પ્રશ્નોના ઝડપી નિકાલ માટે મામલતદારે હૈયાધારણ અાપી હતી. તલાટી નારાણભાઇ અાહિરે ઉપસ્થિતોનો અાભાર માન્યો હતો. નાયબ મામલતદાર સોલંકી, જી. પી. રાણા, ભરતભાઇ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનોઅે હાજરી અાપી હતી. કલેકટરનું ફુલ પાઘડી વડે સન્માન પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...