તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં પુષ્કર્ણા સમાજનો ફેશન શો અને અંતાક્ષરીનો કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાં પુષ્કર્ણા સમાજનો ફેશન શો અને અંતાક્ષરીનો કાર્યક્રમ

ભુજ :
પુષ્કર્ણા સમાજનો ફેશન શો અને અંતાક્ષરીનો કાર્યક્રમ અને ત્યારબાદ સમગ્ર જ્ઞાતિનો બ્રમભોજન રાખવામાં અાવેલ છે. તા.14-1 ના સાંજે 4 કલાકે પુષ્કર્ણા સમાજવાડી પ્રમુખસ્વામી ચોકડી પાસે.

હોસ્પિટલના દર્દીઅોને શીરા/ફ્રુટનું વિતરણ ભુજ

ભુજ :
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતાના સાૈજન્યથી તા.12-1 ના સાંજે 4.15 કલાકે, ભુજની જનરલ હોસ્પિટલના દર્દીઅોને દેશી ઘીના શીરા અને ફ્રુટનું વિતરણ તેમજ જીવદયાના કાર્યો થશે.

પ્રેરણા મહિલા મંડળ અાર.ટી.અો. સાઇટ

ભુજ :
0 થી 12 વરસના બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણ પ્રાશના ટીપાં તા.12/1ના સવારે10 થી 12 અને સાંજે 4:30 થી 7 બી /165 શેરી નં 7 અાર.ટી.અો. રીલોકેશન સાઈડ મધ્યે પીવડાવવામાં આવશે સંપર્ક: 94282 56031.

ભુજમાં હજરત કાશમશાપીરનો ઉર્ષ મુબારક
ભુજ : તા.12-1 ના સાંજે 5 વાગે ચાદપોશી તથા ઇશા નમાજ બાદ તકરીરનો પ્રોગ્રામ. તા.13-1 ના મગરીબ નમાજ બાદ ન્યાજ રાખેલ મેમણ કોલોની, અનમનગર ચાર રસ્તા, સુરભીટ્ટ રોડ કાશમશાપીર ગ્રાઉન્ડ ભુજ ખાતે.

કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા પ્રવાસનું અાયોજન

ભુજ :
કચ્છ ઇતિહાસ પરિષદના સ્થાપના દિન પ્રસંગે તા.14-1 ના લખપતનો અેક દિવસીય પ્રવાસ. જોડાવા માંગતા સભ્યોઅે નામ મો.937435379 નોંધાવું.

મકર સંક્રાન્ત વિશે નિબંધ સ્પર્ધા

ભુજ :
ભુજની હાટકેશ અંબિકા મહિલા મંડળ દ્વારા ધો.5 થી 8 માટે મકરસંક્રાન્ત વિશે સંસ્કૃત-હિન્દી- ગુજરાતીમાં કોઇ પણ અેક નિબંધ સ્પર્ધા. ભાગ લેનારે દર્શનાબેન મુનશીનો સંપર્ક કરવો. તા.13-1 ના સાંજે નિબંધ સ્પર્ધા.

સ્પર્ધાત્મક પરીક્ષાના નિ:શુલ્ક કોર્ષ

ભુજ :
બિન સચિવાલય, પીજીવીસીઅેલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ગુજરાતી-અંગ્રેજી વ્યાકરણનો 15 દિવસનો નિ:શુલ્ક કોર્ષ તા.15-1 થી સાંજે 5 થી 6 દરમિયાન સાથ અેજ્યુકેશન સેન્ટર, ઘનશ્યામનગર મધ્યે.

શ્રીમદ્ ભગવત ગીતા પર પ્રવચન ભુજ

ભુજ :
તા.12-1 ના સાંજે 6 થી 8 કલાકે સુરતના પાવન કેશવદાસ પ્રભુ દ્વારા શ્રીમદ્ ભગવત ગીતા પર પ્રવચન, હરિનામ સંકીર્તન, પ્રવચન બાદ પ્રશ્નોતરી ત્યારબાદ ભોજન પ્રસાદ ઇસ્કોન સેન્ટર, 172/173 રતીયા સીમ, સેવન સ્કાય હોટલ પાછળ એરપોર્ટ રોડ ભુજ મધ્યે.

નાગર જ્ઞાતિજનો માટે અંબાજી ખાતે રાત્રી પુજાના ફોર્મ અંગે

ભુજ :
જય હાટકેશ નાગર સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અંબાજી ખાતે અંબાજીના રાત્રીપુજા તા.24-2 થી 28/2 સુધી યોજાશે. કચ્છના જ્ઞાતિજનો જોડાવા ઇચ્છતા પ્રમુખ ભૈરવીબેન વૈદ્ય પાસેથી ફોર્મ મેળવી લેવા તેમજ સાંજે 6.30 થી 7.30 સંસ્કૃત પાઠશાળા ખાતે સંપર્ક કરવો.

ભુજમાં માત્ર મહિલાઅો માટે ફ્રી નિદાન સારવાર કેમ્પ

ભુજ :
તા.12-1 ના 10 થી 4 દરમિયાન નિરામય સ્વાસ્થ્ય કેન્દ્ર સંસ્કારનગર 68/3 ભુજ ખાતે બધાજ રોગોની સારવાર મહિલા થેરાપીસ્ટ દ્વારા કરવામાં અાવશે પુષ્ય નક્ષત્ર નિમિતે 6માસથી 12 વર્ષના બાળકોને વિના મૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં અાવશે. માહિતી માટે સંપર્ક : 8160769828.

ભુજમાં પાણી પર પ્રદર્શનનું અાયોજન

ભુજ :
તા.10-2 ના સવારે 10 થી 12 સુધી હેપી ફેસીસ સ્કુલ, જાદવજીનગર ભુજ ખાતે પાણી પર પ્રદર્શનનું અાયોજન

અાર.અાર.લાલાન કોલેજ ભુજ કલા અને વિજ્ઞાન પ્રદર્શન

ભુજ :
તા.12/1 ના સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી કલા અને વિજ્ઞાન પ્રદર્શન ચાલુ રહેશે.

દાદા ભગવાન પ્રેરિત સત્સંગ

ભુજ :
તા.12-1 ના સાંજે 4.30 થી 6.30 વાગ્યા સુધી દાદા ભગવાન પ્રરિત સત્સંગ ત્રિમંદિર, એરપોર્ટ રોડ હિલ ગાર્ડનની પાસે સંપર્ક : 9924345588. ગાંધીધામ : તા.12-1ના સાજે 5.30 થી 7 વાગ્યા સુધી દાદા ભગવાન પ્રેરિત સત્સંગ સિદ્ધિ વિનાયાક કોમ્પ્લેક્ષ, આદીપુર, ગાંધીધામ, અંજાર સર્કલ, ટાગોર રોડ, રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે. સંપર્ક. 9574008124. માંડવી: તા.12-1ના સાજે 4.30 થી 6 વાગ્યા સુધી દાદા ભગવાન પ્રેરિત સત્સંગ, જગદીશભાઈ ૪૨,વિજય નગર જી.ઈ.બી. પાવર હાઉસ પાસે સંપર્ક : 9033156847. મુન્દ્રા : તા.12-1ના સાંજે 4 થી 5.30 વાગ્યા સુધી દાદા ભગવાન પ્ર્રેરીત સત્સંગ અમીઝરા પાશ્વનાથ ગોરજી દેરાસર, બસ સ્ટેન્ડની બાજુમાં સંપર્ક. 9638430013. રાપર : તા.12-1ના રાત્રે 7.30 થી 9 વાગ્યા સુધી દાદા ભગવાન પ્રેરિત સત્સંગ ઘનશ્યામ ભાઈ વકીલની ઉપર, કોટવાલ વાસ માલી ચોક સંપર્ક : 9825337495.

ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ આદિપુર જોગ

આદિપુર :
ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા તા. 7-2 ના સમૂહલગ્નનું આયોજન.પૂર્વસંધ્યાએ વિશ્વકર્મા દાદાની રવાડી કાઢવામાં આવશે. સમૂહલગ્નમાં જોડાવવા માંગતા પરિવારોએ તા. 25-1 સુધી ફોર્મ ભરીને જમા કરાવી જવું.

અાદિપુરમાં ચારણ સમાજની મિટીંગ

આદિપુર :
અાદિપુર વરૂડીધામ મધ્યે તા.13-1 ના ચારણ સમાજની મિટીંગનું અાયોજન કરવામાં અાવ્યું છે. મિટીંગ બાદ સમુહ ભોજનનું અાયોજન રાખેલ છે.

અંજારમાં રોટરી પુસ્તક પરબ

અંજાર :
નિ:શૂલ્ક પુસ્તક પરબ દર મહિનાના બીજા અને ચોથા રવિવારના ભાગરૂપે રવિવાર તા.12-1 ના સાંજે 5 થી 6 વાગ્યા દરમ્યાન ઠક્કર હેમલતા નારણજી રોટરી ગાર્ડન-સવાસર નાકા મધ્યે.

મણીભદ્રવીર દાદા ગ્રુપ માંડવી

માંડવી :
તા.12-1ના સાંજે 4થી 5 દરમિયાન દાતાના સહયોગથી ગાયો અને શ્વાનોને લાપસીનું ભોજન અપાશે.

માધાપરમાં 9મો ભવ્ય નિ:શુલ્ક નેત્રમણી નેત્રયજ્ઞ

માધાપર :
માધાપર શ્રી હરિ શાંતિનિકેતન ટ્રસ્ટ દ્વારા 9મો ભવ્ય નિ:શુલ્ક નેત્રમણી નેત્રયજ્ઞ તા.13-1 ના સવારે 9.30 થી 12 વાગ્યા સુધી શ્રીહરિ શાંતિનિકેતન ટ્રસ્ટ, પોલી ચોકી પાછળ, નવાવાસ માધાપર ખાતે યોજાશે.

લાયન્સ કલબ અોફ માધાપર દ્વારા ફ્રી કેમ્પ

માધાપર :
અાંખના રોગોનું ચેકઅપ, ડાયાબિટીસ તેમજ જનરલ ચેકઅપનો ફ્રી કેમ્પ તા.12-1 ના સવારે 9 થી 1 દરમિયાન વિનોદભાઇ પુરૂસોતમભાઇ સોલંકી લાયન્સ ભવન, ગાયત્રી મંદિર રોડ માધાપર ખાતે.

માધાપર લેવા પટેલ ‘અાપણું ઘર’

માધાપર :
તા.14-1 ના ના સવારના 9.30 વાગે સંસ્થામાં રહેતા વૃધ્ધ માવિત્રો સાથે પારિવારિક સ્નેહમિલન રાખેલ છે.

માધાપર ઝુપડપ‌ટ્ટી પૌસ્ટીક ભોજન તથા ફર ફ્રુટ વિતરણ

માધાપર :
તા.12-1ના માધાપર મુ.પૂ. જૈન સંઘ સંચાલિત મહાવીર ખીચડી ઘર માધાપર ઝુપડપ‌ટ્ટી તથા શ્રમ જીવી વિસ્તારમાં પૌસ્ટીક ભોજન તથા ફર ફ્રુટ વિતરણ સંપર્ક : 9429426803.

કચ્છી ભાવસાર મહિલા મંડળ મંજલ

મંજલ :
સ્વ.દેવકૃષ્ણભાઈ સુંદરજી ભાવસારની સ્મૃતિમાં સમસ્ત 0 થી 12 વરસના બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણ પ્રાશના ટીપા તા. 12/1ના સવારે 10 થી 12 પલ્લવી અજય ભાવસારના નિવાસસ્થાને મધ્યે પીવડાવવામાં આવશે.

બિલેશ્વર મહાદેવ નાન્દ્રા મધ્યે શિવમહાપુરાણનું અાયોજન

નાન્દ્રા :
તા.15-4 થી 23-4 સુધી કૃપાદીદીના વ્યાસાસને સર્વે સેવકો દ્વારા કરવામાં અાવેલ છે. જેની મહત્વની મિટીંગ તા.12-1 ના બપોરે 3 વાગ્યા દરમિયાન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો