ધાણેટી ખાતે સગર્ભા માતા અારોગ્ય તપાસણી કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાણેટી ખાતે પોષણ માસ અભિયાન અંતર્ગત ઉજવણી તેમજ સગર્ભા માતા અારોગ્ય તપાસણી કેમ્પનું અાયોજન કરવામાં અાવ્યું હતું.

ગામના પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. મનોજ પરમારના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સગર્ભા માતા તેમજ કિશોરીઓને પોષણ બાબતે સમજણ, નિયમિત આરોગ્ય તપાસણી બાબતે સૂચન તેમજ ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય બીમારીથી બચવા માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. અા વેળાઅે મેડિકલ ઓફિસર ડો. હેમાંગી મેડમ, લેબ. ટેક કોમલબેન, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર ચંદ્રિકાબેન, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર મહેશ ગાગલ, ફિમેલ હેલ્થ વર્કર બહેનો મંજુલાબેન ગાગલ, ગીતાબેન ડાંગર, શાંતિબેન ડાંગર ઉપરાંત આંગણવાડી કર્મચારીઓ તેમજ આશાવર્કર બહેનો સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...