4 તબક્કામાં થયું મતદાન , મતગણતરી 3 દિવસ ચાલી
વર્તમાનમાં ટેકનોલોજીની સાથે દરેક બાબતમાં કામગીરી ઝડપી બનતી જોવા મળી રહી છે. આજે મતદાન ઇવીએમ મારફત થઇ રહ્યું હોવાના કારણે માત્ર ગણતરીના કલાકોમા| જ ચૂંટણીના પરિણામો જાણવા મળી જતા હોય છે. પણ 1952ની સાલમાં કચ્છમાં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઇ હતી ત્યારે 4 તબક્કામાં મતદાન થયું હતુ|. અને મત ગણતરી 3 દિવસ સુધી ચાલી હતી અને 3 દિવસ પછી સતાવાર ચૂંટણી પરિણામ જાહેર થયા હતા.
જે તે સમયે ક વર્ગનુ રાજય ધરાવતા કચ્છમાં 2019ની તુલનાએ ચોથા ભાગના મતદારો એટલે કે માંડ 3 લાખ 31 હજાર મતદારો જ નોંધાયેલા હોવા છતાં પ્રથમ સામાન્ય ચૂંટણી આયોજનપૂર્વક પાર પડે તે માટે તેની ચૂંટણી પ્રક્રીયાને 4 તબક્કામાં વિભાજીત કરી દેવાઇ હતી. 4 ચરણ અંતર્ગત 14 જાન્યુઆરીએ ભુજ અને અ઼જાર, 19મીએ ભચાઉ અને રાપર,21મીએ મુન્દ્રા અને માંડવી અને 24મીએ અંતિમ તબક્કામાં અબડાસા, લખપત અને નખત્રાણામાં મતદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.
આ ચુંટણીમાં પૂર્વ કચ્છની બેઠક પર કોંગ્રેસ પક્ષના ગુલાબંકર અમૃતલાલ ધોળકિયા અને પશ્ચિમ કચ્છની બેઠક પર કોંગ્રેસનાજ ભવાનજી અરજણ ખીમજી ચૂંટાઇ આવ્યા હતા. તે સમયે પૂર્વ કચછની બેઠક પરથી 2 અને પશ્ચિમ કચ્છની બેઠક પરથી 3 ઉમેદવારોએ ચૂ઼ટણી જંગમાં ઝંપલાવ્યું હતુ઼.
લોકસભાની 2 સાથે 30 સભ્યોની ઇલેકટ્રોરલ કોલેજ એટલે કે મતદાર મંડળની ચૂંટણી સાથે યોજવામાં આવી હતી. આવા મંડળની કાર્યવાહી વિધાનસભા સમકક્ષ તો નહોતી પણ રાજયસભાની ચૂંટણીમાં પરોક્ષ મતદાન પુરતું તેમનું કામ રહેતું હતું. 1956માં કચ્છનું મુંબઇ રાજયમાં વિલીનીકરણ થતાં મતદાર મંડળ બર્ખાસ્ત કરી દેવાયા હતા.
ક વર્ગનું રાજય હોતાં 2 પ્રતિનિધી ફાળવાયા હતા
1952માં કચ્છ ક વર્ગનું રાજય એટલે કે કેન્દ્રશાસીત પ્રદેશ હોતાં 2 પ્રતિનિધી ફાળવાયા હતા. જેમાં પૂર્વ કચ્છની બેઠકમાં ભુજ, અંજાર, ભચાઉ અને રાપર જયારે પશ્ચિમ કચ્છની બેઠકમાં માંડવી, મુન્દ્રા, અબડાસા, લખપત અને નખત્રાણાનો સમાવેશ કરાયો હતો.
પંડિત નહેરુ સહિતના નેતાઓએ સભા ગજવી હતી
ચૂ઼ટણી પ્રચાર માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ કચ્છ આવ્યા હતા અને ભુજ, અંજાર તેમજ માંડવીમાં સભા ગજવી હતી. આ ઉપરાંત મોરારજી દેસાઇ, ઢેબરભાઇ, કનૈયાલાલ મુનશી સહિત પણ પ્રચાર માટે આવ્યા હતા.