ત્રિકોણબાગ પાસે પોલીસે નડતરરૂપ દબાણો હટાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં અાડેધડ દબાણો અને ગમે ત્યાં પાર્ક થતાં વાહનોના કારણે ટ્રાફીક સમસ્યા વકરતી જતી જોવા મળી રહી છે. તેવામાં મંગળવારે ટ્રાફીક પોલીસે વાણિયાવાડ પોલીસ ચોકી પાસે અાવેલ ત્રિકોણબાગ પાસે લારી-ગલ્લા અને રેંકડી સહિતના ટ્રાફીકને નડતરરૂપ દબાણો હટાવવાનલ કામગીરી હાથ ધરી હતી.

સીટી ટ્રાફીક પીઅેસઅાઇ ચાૈધરીઅે અાપેલી વિગત અનુસાર જુના બસ સ્ટેશનથી લઇ વાણિયાવાડ ત્રિકોણબાગ સુધીના પટામાં લારી-ગલ્લા અને રેંકડી ઉપરાંત પાથરણું પાથરી વેપાર કરતા ધંધાર્થીઅોના કારણે ટ્રાફીક સમસ્યા સર્જાય છે. જે અંતર્ગત અા સમગ્ર વિસ્તારમાં તમામ નડતરરૂપ દબાણકારોને હટાવી અાખા માર્ગને ખુલ્લો કરાયો હતો. અા કામગીરી અવિરત જારી રાખવાની વાત પણ ટ્રાફીક પોલીસના સુત્રોઅે કરી હતી.‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ આવ્યા બાદ પોલીસની ટ્રાફિક શાખાએ જનતાઘર અને વાણિયાવાડના વિસ્તારમાં અડચણરૂપ શાકભાજી અને અન્ય ધંધાર્થીઓને ખસેડ્યા હતા. ટ્રાફિક પીએસઆઈ જે.એમ.જાડેજાએ જણાવ્યું કે, અમે ત્યાંના લોકોને સ્પષ્ટ સૂચના આપી છે કે, નાગોર રોડ પર ખેતી ઉત્પન્ન બજાર સમિતિની જગ્યાએ તેમને ફાળવેલી જમીન પર જ વ્યવસાય કરે. તેમજ આ વિસ્તાર પર સતત કાર્યવાહી કરીશું. આજે આખો વિસ્તાર ખાલી થતાં રાહદારીઓ અને વાહનચાલકો આરામથી પસાર થતા જોવા મળ્યા હતા.

લારીઓ ખસેડાઇ, APMC માં બેસવા કરાઈ તાકીદ
અન્ય સમાચારો પણ છે...