માંડવીમાં હદપારીનો ભંગ કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી પોલીસ મથકના ગુનામાં અારોપીને છ જિલ્લામાંથી તડીપાર કરાયા બાદ હદપારીનો ભંગ કરી પરત માંડવીમાં અાવી જતાં પોલીસે બાતમીના અાધારે ઝડપી લીધો હતો.

કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અને રાજકોટ સહિત છ જીલ્લામાંથી તડીપાર કરાયેલો અારોપી ગોપાલ અાશા ગઢવી રહે ધવલનગર-3 માંડવી મુળ ખારવા પાંચાડા હાલ હદપારીનો ભંગ કરીને હાલ ખારવા પાંચાડા અનંતદ્રાર પાસે ઉભો હોવાની બાતમીના મળતાં માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એ.એલ.મહેતાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી તથા હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઇ મહેશ્વરી તથા સુરજભાઇ વેગડા, જશરાજભાઇ ગઢવી સહિતનો સ્ટાફે અારોપીની અટકાયત કરીને તેના વિરૂધ્ધ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઇ મહેશ્વરીએ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...