તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મઢમાં વિખુટા પડેલા બાળકોનું પોલીસેે મિલન કરાવી આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છની કુળદેવી માં અાશાપુરાના દર્શેન માટે અાવનારા ભાવિકોની માતાનામઢ ખાતે ભારે મેદની વધી રહી છે ત્યારે પરિવારથી વિખુટા પડેલા બાળકોને દયાપર પોલીસે શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

હાલમાં 26મી સપ્ટેમ્બરથી શરૂ થયેલ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ ખાતે નવરાત્રીને લઇ છેલ્લા બે દિવસથી માતાનામઢ ખાતે મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રહવા વધી રહયો છે.ત્યારે માતાનામઢમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાૈરભ તોલંબિયાની સુચના અને માર્ગ દર્શનને પગલે 26મીથી માતાનામઢ ખાતે ગોઠવવામાં અાવેલા પોલીસ બંદોબસ્ત દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મેળામાં પોતાના પરિવાર તેમજ વાલીથી વિખુટા પડેલા બાળકોના વાલીઓઅે પોલીસ કંટ્રોલ રૂમ નો સંપર્ક કરતાં દયાપર પોલીસ મથકના પીએસઆઇ જે.બી સોઢા તેમજ પશ્ચિમ કચ્છ પોલીસના સ્ટાફના જવાનોએ તાત્કાલિક શોધખોળ કરી બાળકોને સોધી તેમના વાલીઅોને સોંપ્યા હતા. જેમાં નારૂભાઇ જેસલભાઇ સીધી (ભાનુશાલી)ના પુત્ર પવન નારૂભાઈ સીધી (ઉ.વ.18) રહે એરપોર્ટ રોડ જામનગર તેમજ અન્ય બે બાળકોને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવી પોલીસે ઉમદા કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...