તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણે દારૂવાળાનો પેચ પોલીસે કાપ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પદ્ધર પોલીસ સ્ટાફ બાતમીના અાધારે કુકમા નજીક પેટ્રોલીંગમાં હતો તે સમયે ફાટક નજીક અેક વર્ના કારને જોતા તેને હાથ અાડો દઇ ઉભો રખાવી હતી પણ કાર ચાલક પોલીસને જોઇ નાસી ગયો હતો. પોલીસે પીછો કરતા કાર સૈયદપર ફાટકથી ગંઢેર ગામ તરફ વળી ગઇ હતી. કારને ગંઢેર ગામના પ્રવેશદ્વારા પાસે અાંતરી લીધી હતી.

ડ્રાઇવર કેફીપીણુ પીધેલી હાલતમાં હોતા તેનું નામ પુછતાં પોતે મહેન્દ્ર માનસીંગ મકવાણા (કોલી) (રહે. સીનુગ્રા અંજાર) વાળો હોવાનું કહ્યું હતું. કારની તલાસી લેતા પાછળની સીટ ઉપર 4 દારૂના બોકસ અને ડીકીમાંથી 7 પેટી મળી અાવી હતી. સ્પેશીયલ વ્હીસ્કી બોટલ નંગ 131 કિમત રૂપીયા 45,850 તેમજ વર્ના કાર જીજે 12 અેઇ 6443 કિંમત રૂપીયા 3 લાખ અને સેમસંગ કંપનીનો ફોન કીંમત રૂપીયા 2 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અા દારૂનો જથ્થો કોને અાપવા જતો હતો અને કયાંથી મેળવ્યો હતો તે અંગે પુછતાછ કરતા અા જથ્થો વીજય વીરા ટાપરીયા (ગઢવી) (રહે. અંજાર) વાળાઅે કારમાં ભરી દીધો હોવાનું અને અા દારૂનો જથ્થો રમજાન હારૂન ધોસા (રહે.ભુજ) વાળાને અાપવાની કેફીયત અાપતા મહેન્દ્ર કોલી, વીજય ટાપરીયા અને રમજાન ધોસા સામે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભુજ |નાતાલ કે થર્ટીફર્સ્ટ નજીક આવે ત્યારે સામાન્ય રીતે કચ્છમાં દારૂ ઘૂસાડાતા હોય છે અને પોલીસ ઠેર-ઠેર દરોડા પાડી બુટલેગરો અને પ્યાસીઓના મનસુબા પર પાણી ફેરવી દેતી હોય છેે, પરંતુ હવે મકરસંક્રાિતના પણ શરાબ પીવાનું ચલણ વધ્યું હોય તેમ આ તહેવારના આગલા દિવસે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ ત્રણ સ્થળે દરોડા પાડી લાખોની કિંમતનો શરાબ પકડી પાડ્યો હતો.
પદ્ધર પોલીસે કુકમા ફાટક પાસેથી કારનો પીછો કરી દારૂ પકડયો
46000નો શરાબ જપ્ત : સિનુગ્રાનો ડ્રાઇવર પીધેલો હતો
કચ્છમાં ત્રણ સ્થળેથી કુલ 21.26 લાખના શરાબ સાથે ચારને પકડ્યા
રાપર પોલીસે બે દરોડામાં 21 હજારનો દારૂ ઝડપ્યો
રાપર અને ગેડીમાં આરોપી હાથ ન લાગ્યા
ક્રાઇમ રિપોર્ટર |ગાંધીધામ

રાપર પોલીસે શહેર અને પાસેના ગેડી ગામમાં પાડેલા બે દરોડામાં રૂ.21,200 ની કિંમતના અંગ્રેજી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પણ બન્ને દરોડામાં આરોપી દરોડા સમયે ફરાર રહ્યા હતા, આડેસર પોલીસે એક બોટલ લઇને જઇ રહેલા બાઇક સવારને ચિત્રોડ ઓવરબ્રીજ ઉપરથી પકડી લીધો હતો.

ગત સાંજે પેટ્રોલૈંગ કરી રહેલી રાપર પોલીસે બાતમીના આધારે 7.15 ના અરસામાં પાવર હાઉસ પાસે રાજેશ ઉર્ફે રાજુ વાલજીભાઇ સિયારીયાના મકાનમાં દરોડો પાડ્યો હતો જેમાં રૂ.11,500 ની કિંમતના વિદેશી દારૂની 32 બોટલો મળી આવી હતી પણ આરોપી રાજેશ ઉર્ફે રાજુ મળ્યો ન હતો. તેના વિરૂધ્ધ ગુનો નોંધી રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજો દરોડો ગેડી ગામમાં રહેતા અનોપસિંહ બળવંતસિંહ વાઘેલાના ઘરમાં પાડ્યો હતો જેમાં આંગણામાં દાટેલા રૂ.8,400 ની કિંમતના અંગ્રેજી શરાબની 24 બોટલ તેમજ રૂ.1,300 ની કિંમતના બિયરના ટીન મળી આવ્યા હતા પરંતુ આ દરોડામાં પણ આરોપી હાથ લાગ્યો ન હતો. બીજી તરફ પેટ્રોલિંગ કરી રહેલી આડેસર પોલીસે ચિત્રોડ ઓવરબ્રિજ ઉપર જઇ રહેલા બાઇક સવાર મોહન ભારુભાઇ પઢિયારને રૂ.375 ની કિંમતની અંગ્રેજી શરાબની એક બોટલ સાથે પકડી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. પોલીસે પાડેલા દરોડામાં દારુનો જથ્થો રાખતા બે આરોપી ફરાર રહ્યા પણ એક બોટલ લઇને જતો આરોપી પોલીસે પકડી લીધો હતો.

મોખા ટોલનાકેથી 20.59 લાખના શરાબ સાથે બે બુટલેગર દબોચાયા
ભુજ એલસીબીએ છાપો મારી આઇશર વાહન કબજે કર્યું
ક્રાઇમ રિપોર્ટર |ભુજ

તહેવાર ટાંકણે દારૂની મોસમ પુરબહારમાં ખીલતી હોય છે પણ કયાંક ને કયાંય પોલીસની કામગીરી ઉજવણીના રંગમાં ભંગ પાડી દે છે. ક્રિસમસ હોય કે દિવાળી કે પછી સંક્રાત હોય અાવા તહેવાર ટાંકણે પોલીસ સપાટો બોલાવી નાખતી હોય છે. સંક્રાંતના અેક દિવસ અગાઉ જ પોલીસે મોખા ટોલનાકા પાસેથી 20.5 લાખનો શરાબ પકડી લાખોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

અેલસીબીઅે બાતમીના પગલે કાફલાએ મોખા ટોલનાકે ઘસી જઈ વોચ ગોઠવી હતી.અને અંજાર તરફથી આવતી હરીયાણા પાસીંગની આઇશરને અટકાવી જડતી લેતાં તેમાંથી 20,58,900રૂ કિંમતની દેશી બનાવટની વિદેશી શરાબની 750 એમએલની જુદી જુદી બ્રાન્ડની 5844 બોટલો મળી આવી હતી. બનાવના પગલે એલસીબીએ આરોપી ટ્રક ચાલક અરુણ જગદીશસિંહ રાણા (રહે બલતાના,મોહાલી પંજાબ) અને ક્લીનર જીતેન્દ્ર નરેશકુમાર ત્યાગી (રહે બુટેલથાના ,ચંદીગઢ-પંજાબ)ની અટકાયત કરી તેમના કબ્જાની 7,00,000રૂ કિંમતની એચપી 53-ડી 0199નંની આઇશર ટ્રક,3500ના બે મોબાઈલ,46875રૂ ની ડિટર્જન્ટ પાવડરની 75 થેલીઓ અને 6000 રોકડ સમેત કુલ્લ 28,15,275રૂ કિંમતનો મુદામાલ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મુન્દ્રા કોસ્ટલ મથકે વિધીવત ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.

દારૂના જથ્થા સાથે આરોપી અને કબજે થયેલું વાહન તસવીરમાં નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો