• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News petrol thieves harass residents in prasadi plot of sanskar nagar 061646

સંસ્કારનગરના પ્રસાદી પ્લોટમાં પેટ્રોલ ચોર ટોળકીથી રહેવાસીઅો પરેશાન

Bhuj News - petrol thieves harass residents in prasadi plot of sanskar nagar 061646

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
સંસ્કાર નગરમાં મારૂતિ પ્લોટમાં હજુ તાજેતરમાં જ વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરવાની ઘટના બની હતી જો કે જાગૃત રહેવાસીઅોને કારણે ચોરી કરવા અાવેલો શખ્સ ચોરાઉ બાઇક અને પેટ્રોલ ભરેલા કેરબા મુકી નાશી ગયા હતો. ત્યારે અા વિસ્તારમાં રહેતા લોકોઅે રાત્રી પોલીસ પહેરો વધારવાની માંગ સાથે પશ્ચિમ કચ્છ અેસપીને રજુઅાત કરી છે.

સંસ્કારનગરમાં ચોરીના બનાવો અેટલી હદે વધી ગયા છે કે, અહિના રહેવાસીઅોમાં અેક પ્રકારનો ભય સતત રહયા કરે છે તો, અા વિસ્તારમાં રાત્રી દરમિયાન પોલીસની મોબાઇલ અેક લટાર મારી ગયા બાદ સંસ્કારનગરની શેરીઅોમાં અવરજવર અોછી થઇ ગયા બાદ મોડી રાત્રી પછી પેટ્રોલ ચોર નિશાચરો જાગૃત થઇ જાય છે. અને ઘરમાં પાર્ક કરેલા વાહનોમાંથી બિન્દાસ્ત પણે પેટ્રોલના કેરબા ભરે છે. અેટલું જ નહિં રાત્રી દરમિયાન નાની મોટી ચોરીઅો પણ કરી જાય છે. તસ્કરોનો અા સીલસીલો છેલ્લા અેક મહિનાથી અવિરત ચાલુ રહયો છે. ત્યારે અા પેંધી ગયેલા તસ્કરો કોઇ મોટી ઘરફોડ ચોરીને અંજામ અાપે તે પૂર્વે પોલીસે અા બાબતની ગંભીરતા લઇને તાકિદે કોઇ પગલા ભરે તેમજ ઘણાસમય પહેલા મંગલમ ચાર રસ્તા પાસે પોલીસ ચોકી હતી. તે ફરી ચાલુ કરવામાં અાવે અને અેક હજારથી વધુ રહેણાકના મકાનો ધરાવતા સંસ્કારનગર અને મારૂતિ પ્લોટ વિસ્તાર વચ્ચે તાત્કાલિક અસરથી ચાર કે,પાંચ હોમગાર્ડ જવાનનોને મુકવામાં અાવે તેમજ સંસ્કારનગરના મેઇન રોડ નહિં પરતું અંદરની શેરીઅોમાં પણ પોલીસ વાહન રાત્રીના અેકાદ-બે રાઉન્ડ મારે તેવી રહેવાસીઅોઅે માંગ કરી છે.

X
Bhuj News - petrol thieves harass residents in prasadi plot of sanskar nagar 061646
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી