તબીબો દ્વારા પદયાત્રી સેવાકેમ્પનું અાયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાનામઢ ખાતે અાવતા પદ યાત્રીઅોની સેવા માટે નેશનલ મેડિકોઝ અોર્ગે., ઇન્ડિયન મેડિકલ અેસો. તથા અારોગ્ય ભારતીના ઉપક્રમે સેવા કેમ્પનું અાયોજન કરાયું છે જેનો મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લઇ રહ્યા છે.

કેમ્પનું પોલીસવડા સૌરભ તોલંબિયા, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, અદાણી જનરલ હોસ્પિટલના સુપ્રિ. ડો. ભાદરકા, પાલિકા ઉપપ્રમુખ ડો. રામ ગઢવી એનએમઓના પ્રમુખ ડો.ક્રિપાલસિંહ જાડેજા, ડો.સુરેશ રૂડાણી, ડો. પન્નાબેન રૂડાણી સહિતના અગ્રણીઅોઅે દિપ પ્રાગટ્યથી ઉદ્દઘાટન કર્યું હતું. કેમ્પ 29મી રવિવાર-પ્રથમ નોરતાં સુધી અાઇઅેમઅે હાઉસની સામે અવિરત ચાલુ રહેશે. અાયોજનમાં તબીબમિત્રો સહભાગી બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...