તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદયાત્રી કેમ્પનો કચરો માર્ગો પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ શહેરમાં નવરાત્રિના પ્રારંભ પહેલાથી જ ઠેરઠેર માતાના મઢના પદયાત્રીઅોના સેવા કેમ્પો શરૂ થઈ જતા હોય છે. જેઅો પદયાત્રીઅો માટે અારામ, ભોજન, તબીબી પ્રાથમિક સારવાર સહીતની વ્યવસ્થા કરતા હોય છે, જેમાંથી કેટલાક કચરાનો યોગ્ય જગ્યાઅે નિકાલ કરે છે. પરંતુ, કેટલાક અાડેધડ જાહેર માર્ગો ઉપર ફેંકી દેતા હોય છે, જેમાં નગરપાલિકા અને કેમ્પ સંચાલકોના સંકલનનો સ્પષ્ટ અભાવ દેખાઈ અાવે છે.

લખપત તાલુકાના માતાના મઢમાં કચ્છની દેશદેવી મા અાશાપુરાના બેસણા છે, જેથી અાસો સુદ નવરાત્રિઅે માતાના ચરણમાં માથુ નમાવવા કચ્છ જિલ્લા ઉપરાંત ગુજરાત અને મુંબઈથી પણ યાત્રાળુઅોનો પ્રવાહ સતત ચાલુ રહે છે, જેમાંથી વિશાળ સંખ્યામાં પદયાત્રા પણ કરે છે. જેમની સેવા માટે ભુજ શહેરમાં પણ ઠેરઠેર સેવા કેમ્પ ખુલ્લા મૂકાય છે, જેમાંથી કેટલાક કેમ્પ સંચાલકો ભોજનનો અેંઠવાડ જાહેર માર્ગો ઉપર અાડેધડ ફેંકી દે છે, જેમાં ભુજ નગરપાલિકા અને કેમ્પ સંચાલકો વચ્ચે અગાઉથી કચરાના નિકાલની વ્યવસ્થા ન ગોઠવવા શહેરમાં સ્વચ્છતાનો છેદ જ ઉડી જાય છે. જે પદયાત્રીઅોની સેવા સાથે શહેરની સ્વચ્છતા મુદ્દે મોટી કુસેવા થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...