તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Patrolling From Drone Horse Riding In The City39s Sanjoganagar Area 060645

શહેરના સંજોગનગર વિસ્તારમાં ડ્રોન-હોર્સ રાઇડિંગથી પેટ્રોલિંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનને પાર પાડવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાયું છે, શહેરના ભીડ ગેટ અને સંજોગનગર વિસ્તારમાં યુવાનો ગંભીરતાથી ન લેતા તેમના પર કડક કાર્યવાહી કરવા માટે ડ્રોન અને હોર્સ રાઇડિંગથી પેટ્રોલિંગ કરાયું હતું.

સોમવારે સવારે સંજોગનગર વિસ્તારમાં મુસ્લિમ એજ્યુકેશન સ્કુલવાળા ચાર રસ્તેથી એ-ડિવિઝન પોલીસ દ્વારા ડ્રોનથી સર્વેલન્સ કરાયું હતું. ચાર રસ્તા પર ઉભા રહી ડ્રોનથી સર્વે કરાયું હતું અને જયાં કોઇ દેખાય તો ત્યાં પોલીસ પગપાળા
પહોંચી હતી.

જો કે ડ્રોન ઉડતો હોવાથી કોઇ ઘરની બહાર નીકળ્યા ન હતા. તો બીજી તરફ આ વિસ્તારમાં હોર્સ રાઇડિંગથી પેટ્રોલિંગ કરાયું હતું. ચાર રસ્તા પરથી એ-ડિવિઝન પોલીસના કિશોરસીંહ જાડેજા, ડ્રોન ઓપરેટર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી ડ્રોનથી
સર્વેલન્સ કર્યું હતું.

આ વિસ્તારના લોકો પોલીસને જોઇને નાસી જતા હોય છે અને પરતફળીયામાં ટોળે વળી બેસી જતા હોય છે, લોકડાઉનની ગંભીરતા સમજતા ન હોવાથી પોલીસને સતત પેટ્રોલિંગ કરી કડક કાર્યવાહી કરાવવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...