ભૂજ RTOમાં ચોરીના વાહનોની તપાસ માટે પાટણ LCBના ધામા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ : ભૂજની આરટીઓમાં મંગળવારે બપોરે પાટણ એલસીબીની ટુકડી મોટા વાહનોની ચોરી અંગે તપાસ માટે પહોંચી આવી હતી. બે કલાક સુધી આરટીઓની ચેમ્બરમાં ચર્ચા કરી હતી. સુત્રોમાંથી જાણવા મળતી વીગતો ત્મુજબ, બનાસકાંઠા વીસ્તારમાંથી ચોરીના વાહનો પકડાયા હતા, જેમાં ૧૮ જેટલા વાહનો ચોરીના હતા જેમાં અમુક વાહનો ભુજમાં પાસિંગ થયા હતા જેમાં આરોપીની ધરપકડ પણ કરાઈ હતી. એ કેસમાં વધૂ તપાસ માટે ટુકડી ભુજ આવી ગોવાનુ માગીતગાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ અંગે આરટીઓ સી ડી પટેલ સાથે વાત કરતા તેમણે સમર્થન આપતા કહ્યં હતુ કે, થોડા સમય જે વાહો પકડાયા હતા એમાં અમુક વાહનો ભુજમાં પાસીંગ થયા હતા તે કેસની તપાસ માટે આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...