તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાને સીઝ ફાયરનો ભંગ કર્યો, અખનૂરમાં બે જવાન ઈજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને ઈમર્જન્સી બેઠક બોલાવી ચર્ચા કરી. સંસદમાં શેમ-શેમનાં સૂત્રો લાગ્યાં. સંરક્ષણ મંત્રીએ કહ્યું - અમારી એરફોર્સ તૈયાર હતી, પરંતુ અંધારામાં કશું જોઈ શકી નહીં.

હવાઈદળની કાર્યવાહી પછી વડાપ્રધાન મોદીએ સલામતી બાબતો પર કેબિનેટ સમિતિની બેઠક બોલાવી. પાક.ની પ્રતિક્રિયાની આશંકા વચ્ચે બધા એરબેઝ એલર્ટ છે. એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ છે.

ગુજરાતના કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું. આ ઘટના ભારતની કાર્યવાહીના લગભગ બે કલાક પછી થઈ.

જમ્મુના કાનાચકમાં પાક. રેન્જર્સે સોમવારે રાતે ફાયરિંગ કર્યું. BSFની જવાબી કાર્યવાહીમાં એક રેન્જર માર્યો ગયો. અખનૂર, નૌશેરા અને કૃષ્ણા ઘાટીમાં ગોળીબાર વચ્ચે બે જવાન ઈજાગ્રસ્ત થયા.

પાકિસ્તાને ભારતના કાર્યકારી હાઈ કમિશનરને તેડું મોકલી હવાઈદળની કાર્યવાહી પર વિરોધ નોંધાવ્યો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય હવાઈદળનાં આઠ વિમાનોએ પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો