• Gujarati News
  • National
  • Bhuj News P 11 Trucks Have Been Abandoned By The Kutch Biosphere Rescue Mission 061023

પ. કચ્છ જીવ બચાવ અભિયાન હેઠળ 11 ટ્રકો ઘાસનો જથ્થો રવાના કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ કચ્છ અબોલા જીવ બચાવ અંતર્ગત કચ્છી લોહાણા વિશ્વ મંચ મુંબઇ અને ભુજ તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રૂપ ભુજ શહેર રઘુવંશી સોશ્યલ ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા હોટલ પ્રિન્સ રેસીન્ડેન્સી ખાતેના કાર્યક્રમમાં અબોલા જીવોને બચાવવા કટિબદ્ધતા વ્યક્ત કરાઇ હતી અને અાવતા ચારમાસ સુધી પશ્ચિમ કચ્છમાં રાહતદરે ઘાસ વિતરણની વ્યવસ્થા ગોઠવણી કરાઇ છે. ગત ડીસે.2018મા મુંબઇ મધ્યે ગાૈસેવાના લાભાર્થે યોજાયેલ ભાગવત કથામાં અેકત્રીત થયેલ ફંડ અા સેવા કાર્યમાં વાપરવાનું અાયોજન કરાયું છે.

મુંબઇ સ્થિત કચ્છી લોહાણા સમાજના અાગેવાનોઅે જયંતીભાઇ ડુમરાવાલાના માર્ગર્શન તળે પશ્ચિમ કચ્છમાં અા રાહતદરે ઘાસનું વિતરણ કરાશે. જેમાં અેક કરોડ અેક કરોડ પચ્ચીસ લાખ કિલો ઘાસ વિતરણની નેમ સાથે પ્રથમ તબક્કામાં અેક લાખ પચ્ચીસ હજાર કિલો ઘાસ અાજે રવાના કરાયું છે.

અાજે કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગાૈવંશના સેવા કરતા રાતા તળાવ પાંજરાપોળના સેવાભાવી મનજી બાપુ, નવીન અાઇયા, દીપક ઠક્કરને સન્માનિત કરાયા હતા અને ભુજ મહાજનના પ્રમુખ કિરણભાઇ ગણાત્રા, અખિલ કચ્છ લોહાણા સમાજના પ્રમુખ બળવંત ઠક્કર, કે.સી.ઠક્કર, વસંત કોડરાણી, કચ્છી લોહાણા વિશ્વ મંચના અગ્રણીઅો હિંમતસિંહ વસણ, જયેશ સચદે, વિક્રમસિંહ જાડેજા, હિતેષ ખંડોર, ભરત રાણા, સુકેતુ રૂપારેલ સહિતનાનું સન્માન કરાયું હતું.

ગાયોના અવાડા અને છાંયડાના સેડ બનાવવા માટે કચ્છી લોહાણા વિશ્વમંચ મુંબઇ દ્વારા રાતા તળાવ પાંજરાપોળને રૂા.5,11,000નું દાન અપાયું હતું તે ઉપરાંત રૂા.25 હજાર ભુજ શહેર રઘુવંશી સોશ્યલ ગ્રૂપ, રૂા.25 હજાર જયેશ સચદે, રૂા.25 હજાર કે.સી.ઠક્કર, રૂા.11 હજાર અશોક કન્નર, 11 હજાર મહેન્દ્ર ઠક્કર તેમજ અેક પાણીનો અવાડો ભરત રાણા તરફથી બનાવવાની જાહેરાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...