યુવા અગ્રણી પર હદપારીની સુચીત કાર્યવાહીનો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ અને યુવા અગ્રણી રઘુવીરસિંહ જાડેજા સાેમ હદપારીની સુચીત કાર્યવાહીનો માંડવીમાં અાવેદનપત્ર પાઠવી વિરોધ કરાયો હતો. મામલતદારને પાઠવાયેલ અાવેદનમાં અેવો અાક્ષેપ કરાયો હતો કે રઘુવીરસિંહ સામે જે કોઇપણ ફરિયાદ કરાઇ છે અને દારુના વેચાણનો પણ જે અારોપ મુકાયો છે કિન્નાખોરી રાખીને જ મુકાયો છે. તેમની અોફીસ પર હુમલા, વાહન પર પથ્થરમારો તેમજ ફોનથી ધમકી અાપવા સહિતની ઘટનાનો ઉલ્લેખ કરી માત્રને માત્ર રઘુવીરસિંહને ટાર્ગેટ બનાવ્યાનું જણાવી હદપારીની નોટીસ પણ તેનો જ અેક ભાગ હોવાનો અારોપ મુકી અા કાર્યવાહી અટકાવાય અને સબંધીત અધીકારી સામે કાયદાકીય કાર્યવાહી કરાય તેવી માંગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...