તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Opposition Not To Assemble For The Public Interest In Religious Institutions And Places 061134

ધાર્મિક સંસ્થાઓ અને સ્થળોએ જાહેર હિત માટે ભેગા ન થવા તંત્રનો અનુરોધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે કલેકટર ભુજના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસના અટકાવ અને સાવચેતીના પગલાં ભરવા સબંધિત વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને મંદિરોના આગેવાનોની બેઠક યોજાઇ હતી.

જેમાં કલેકટર પ્રવિણા ડી.કે.એ કચ્છના પ્રસિધ્ધ લોકપ્રિય મંદિરો માતાનો મઢ, કોટેશ્વર, નારાયણ સરોવર અને સ્વામીનારાયણ મંદિર, ભુજને ગુજરાત એપેડેમીક ડીસીઝ COVID-19 રેગ્યુલેશન 2020ના નોટીફિકેશનની ગાઇડલાઇન મુજબ વિશેષ તકેદારીના ભાગરૂપે બંધ રાખવા સબંધિત આગેવાનો અને ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો છે. તેમણે ધાર્મિક આગેવાનો અને વડાઓને આ અંગે મંદિરની બહાર જાહેર જનતાને જાણ જોગ નોટીસ બોર્ડ લગાવવા પણ જણાવ્યું હતું. દરેક યાત્રીઓ, શ્રધ્ધાળુઓને તા.31/03/2020 સુધી કોરોના વાયરસના પગલે દર્શન બંધ રાખવાના સૂચના બોર્ડને નિર્દેશિત કરવા ખાસ સૂચના પણ આપી હતી. મંદિરોમાં ફકત સેવા પૂજા આરતી પુજારીઓ કે રોકેલા વ્યકિતઓ દ્વારા કરવામાં આવશે. જાહેર જનતા માટે દર્શન બંધ રખાશે.

ભાવિકો આ મંદિરોના દર્શન મંદિરે સૂચવેલ કે નકકી કરેલ જીવંત પ્રસારણ મારફતે તેમણે સૂચવેલ માધ્યમ દ્વારા કરી શકાશે. દર્શનાર્થીઓ આધુનિક ટેકનીકથી દર્શનનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા પણ મંદિરના આયોજકો તરફથી કરાશે. જિલ્લાના તમામ શ્રધ્ધાળુઓ, પ્રવાસીઓ અને યાત્રિકોએ સરકારની અન્ય સૂચના ન મળે ત્યાં સુધી મંદિરોના સૂચનોને અનુસરવા અપીલ કરવામાં આવી છે.જિલ્લાના પ્રસિધ્ધ ધાર્મિક સ્થાનો અને તમામ ધાર્મિક સ્થળોમાં આ બાબતનો અમલ કરવામાં આવે તેમજ મંદીરોમાં ભીડ ન થાય તેમજ આરતીના સમયે વધુ લોકો હાજર ન રહે તેની તકેદારી રાખવા ઉપસ્થિત આગેવાનોને જણાવવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ભુજના ઓમકારેશ્વર, આશાપુરા, ત્રિમૂર્તિ, સ્વામીનારાયણ, ગુરૂદ્વારા શીખ સમાજ મંદિરના આગેવાનો, લખપત માતાના મઢ, સ્વાધ્યાય પરિવાર, ગોવર્ધન ટેકરી સતાપર, કવીઓ જૈન સમાજ, ખ્રિસ્તી સમાજ ચર્ચના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ બેઠકમાં અધિક કલેકટર કુલદિપસિંહ ઝાલા, મદદનીશ કલેકટર મનીષ ગુરવાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર, ડીવાયએસપી દેસાઇ તેમજ સબંધિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત
રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...