ઉમરાહ માટેના અેક લાખ કોરોના સહાય પેટે અાપ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજના મુસ્લિમ અગ્રણીઅે ઉમરાહ માટે રાખેલી રકમ રૂપિયા એક લાખ હાલની સ્થિતિ મુજબ લોકોને ઉપયોગી થવા માટે રાશનકિટ, ફૂડ પેકેટ બનાવી વિતરણ કરવાનું નક્કી કરીને, અેક પ્રેરણાદાયી મિશાલ ખડી કરી છે.

ભુજના રહીશ અને કબીર ફાઉન્ડેશનના પ્રમુખ અહેમદશાહ નવાઝશા સૈયદ દ્વારા પોતાના ઉમરાહ જવાના રૂપિયા એક લાખના ખર્ચે રાશનકિટ અને ફ્રુડપેકેટ તૈયાર કરવામાં અાવશે, જેનું વર્તમાન સમયે કોરોનાના કારણે ઉદ્દભવેલી પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવશે. અાગામી તા.14/4 સુધી લોકડાઉન છે જેના કારણે રોજેરોજનું કમાઇને ખાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અાવા લોકોને સહાયરૂપ બનવા માટે વિવિધ સમાજના અગ્રણીઅો, સમાજસેવી સંસ્થાઅો અાગળ અાવી છે ત્યારે ઉમરાહ માટેની રકમમાંથી રાશનકિટ, ફૂડ પેકેટ બનાવી, કબીર ફાઉન્ડેશન મારફતે તેનું વિતરણ કરવામાં અાવશે. ઉલ્લેખનીય છે કે, અહેમદશા વર્ષોથી પત્રકાર, સામાજિક પ્રવૃત્તિઓ તેમજ વ્યવસાયે વેપાર સાથે
જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...