યુનિ.ના કર્મીઅોનો અેક દિનનો પગાર કોરોના સહાય પેટે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને પગલે કચ્છ યુનિવર્સિટીના કર્મચારીઅો અેક દિવસનો પગાર સહાય પેટે પ્રધાનમંત્રી રીલીફ ફંડમાં અાપશે.

તા.27/3, શુક્રવારના ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કર્મચારીઅો સ્વેચ્છાએ એડવાન્સમાં એક દિવસનો પગાર કોરોના વાયરસના સંક્રમણ નિયંત્રણ માટે સાવચેતીના પગલારૂપે ભારતના પ્રધાનમંત્રી રીલીફ ફંડમાં આપવા માટે તૈયાર થઇ ગયા છે. 90 ટકા બિન શૈક્ષણિક કર્મચારીઅો તેમજ 50 ટકા શૈક્ષણિક કર્મચારીઅો પોતાનો અેક દિવસનો પગાર અાપવા તત્પરતા દર્શાવી છે. જો કે અા સહાય માટે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઅોમાંથી હજુ પણ લોકો અાગળ અાવશે તેવી શક્યતાઅો સેવાઇ રહી છે અને તે માટેના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...