• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News on the sixth ring road the young man knocked a knife 061006

છઠ્ઠીબારી રીંગરોડ પર યુવકને છરી ઝીંકાઇ,ચોપડો કોરો

Bhuj News - on the sixth ring road the young man knocked a knife 061006

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
શહેરમાં હવે છરીથી હુમલાની ઘટના સામાન્ય બની ગઇ હોય તેમ છાશવારે અાવા બનાવો બનતાજ રહે છે. ત્યારે રવિવારે છઠીબારી રીંગરોડ પર અેક યુવકને છરી ઝીંકી દેવાયાની ઘટના ટોક અોફ ધી ટાઉન બની હતી. જોકે અા બનાવ બાબતે પોલીસ ચોપડો રાત્રી સુધી કોરો રહેતાં સતાવાર વિગતો સાંપડી શકી નહોતી.

છઠીબારી રીંગરોડ પર ઘટેલી અા ઘટનામાં ક્રિકેટના સટાના પૈસાની કે અન્ય કોઇ રૂપિયાની ઉઘરાણી છરીથી હુમલા માટે નિમીત બની હોવાની ચર્ચા શહેરમાં જોવા મળી હતી.

તો અેક વાત અેવી પણ સામે અાવી હતી કે 2 યુવકો વચ્ચે મસ્તી મજાકમાં અેક યુવકને છરી વાગી ગઇ હતી. ત્યારે બીજો યુવક જ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જો અને તોની વચ્ચે અે ડિવીઝન પોલીસ મથકે કોઇ પણ પ્રકારનો ગુનો નોંધાયો નહોતો.

X
Bhuj News - on the sixth ring road the young man knocked a knife 061006
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી