તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેંગારપર ગ્રામજનોએ શહીદો માટે 1.97 લાખ એકઠા કર્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેંગારપર ગામના લોકો દ્વારા તાજેતરમાં પુલવામા એટેકમાં શહીદ થયેલા વીર જવાનોને અંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. ગામના તમામ સમાજોના અગ્રણીઓ, આસપાસના 8 ગામોના લોકોએ ઉપસ્થિત રહી બે મિનિટ મૌન પાળ્યું હતું. શહીદ પરિવારો પર આવી પડેલી મુશ્કેલીમાં મદદરૂપ થઇ શકાય તેવા ઉદ્દેશથી ગ્રામજનો દ્વારા રૂા. 1,97,000નું ફંડ એકઠું કરી તેમને મોકલાવ્યું હતું.

ભુજના સંસ્કારનગર સહેલી ગ્રુપ, મહિલા મંડળ, મારુતિ પ્લોટ્સ વિકાસ મંડળ અને પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે પુલવામાના શહીદોને બે મિનિટનું મૌન પાળી મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. ભાવેશ ઠક્કર, ચૌલાબેન સોની, કૃષ્ણકાંત ભાટિયાએ દેશભક્તિના ગીત રજુ કર્યાં હતાં. કાર્યક્રમમાં ભુજ પાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, ઉપપ્રમુખ ડો. રામ ગઢવી, કાઉન્સીલર મહિદીપસિંહ જાડેજા, પ્રગતિ મંડળના પ્રમુખ રામદેવસિંહ જાડેજા, સહેલી ગ્રુપના પ્રમુખ કુસુમબેન માણેક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો