તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News On The Final Day In Bhuj The Women Activists Voted 1157 Hours In The District Including The Crimea 060611

અંતિમ દિવસે ભુજમાં મહિલા કર્મીઅો સહિત જિલ્લામાં 1157 કર્મીઅોઅે વોટીંગ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ બેઠક પર યોજાનાર લોકસભા ચૂંટણીને અાડે હવે સપ્તાહથી પણ અોછો સમય માંડ બાકી રહ્યો છે ત્યારે ચૂંટણી ફરજમાં જોતરાનાર કર્મચારીઅોને તાલીમબધ્ધ કરવા અને તેઅો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની કામગીરી અાટોપી લેવાઇ છે.

કચ્છની વાત કરીઅે તો ચૂંટણી કામગીરીની જેમને .ફરજ સોંપવામાં અાવી છે. અેવા 6517 કર્મચારીઅોઅે પોસ્ટલ બેલેટથી વોટીંગ કરી પોતાના મતાધિકારની ફરજ નિભાવી દીધી છે. કચ્છમાં રિઝર્વ સહિત 10,000 જેટલા કર્મચારીઅો ચૂંટણીની અા કામગીરી પાર પાડનાર છે. ત્યારે અા પૈકીના 65.17 ટકા મતદારોઅે પોસ્ટલ બેલેટથી વોટીંગ કર્યું હોવાની માહિતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અેમ.બી.પ્રજાપતિઅે અાપી હતી.

13થી 17 તારીખ દરમિયાન કચ્છના દરેક વિધાનસભા મતક્ષેત્રમાં પોસ્ટલ બેલેટથી વોટીંગ સાથે તાલિમ અાપવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં અાવ્યો હતો. બુધવારે ભુજમાં ખાસ મહિલા કર્મચારીઅો માટે તાલીમ સાથે પોસ્ટલ બેલેટથી વોટીંગ કરવાની વ્યવસ્થા ગોઠવાઇ હતી. અાખરી દિવસે ભુજમાં મહિલા કર્મી સહિતના 1157 કર્મચારીઅો પોસ્ટલ બેલેટ મારફત મત અાપ્યા હતા.

કચ્છમાં 6517 કર્મચારીઅોઅે પોસ્ટલ બેલેટથી વોટીંગ કર્યું
કર્મચારી સીધો ટપાલ મારફતે મત મોકલી શકસે
જે કર્મચારીઅે તાલિમ સમયે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું નથી અેવા કર્મચારીઅો પોતાનો પોસ્ટલ બેલેટ ટપાલ મારફત સીધો તંત્રને મોકલી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકસે. મતગણતરીના દિવસ સુધી તંત્રને મળેલા તમામ પોસ્ટલ બેલેટ ગણતરીમાં અાવરી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...