તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાજિક ઉત્તરદાયિત્ત્વની દિશા મુદ્દે ભુજમાં મનોમંથન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઔદ્યોગિક રીતે ઝડપથી વિકસી રહેલા કચ્છમાં વિવિધ એજન્સીઓ દ્વારા સીએસઆરની પ્રવૃત્તિઓ કરાઇ રહી છે તેને યોગ્ય દિશા આપવાના મુદ્દે ભુજમાં એકદિવસીય સેમિનાર યોજાઇ ગયો.

જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત સીએસઆર ઓથોરિટી, ફોકિઆ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન તથા યુનિસેફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ‘એકસમાન વિકાસ માટે સીએસઆર રોડમેપ’ વિષય પરના સેમિનારમાં વર્તમાન પડકારો અને તકને ઓળખી પ્રવૃત્તિઓની વ્યૂહાત્મક ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે મનોમંથન કરાયું હતું. કોર્પોરેટ, એનજીઓ, સરકાર અને યુનિસેફ સાથેની ભાગીદારીમાં કચ્છમાં સીએસઆર પ્રવૃત્તિઓના અમલીકરણ માટે માર્ગદર્શિકા તૈયાર કરી માતાના સ્વાસ્થ્ય અને બાળકના આરોગ્યને લગતા કાર્યક્રમો માટે જિલ્લાકક્ષાએ ટાસ્કફોર્સની રચના કરી કાર્ય કરવાના હેતુસર યોજાયેલા સેમિનારમાં યુનિસેફ ઇન્ડિયાના ન્યૂટ્રિશન તજજ્ઞ કવિતા શર્માએ માછીમાર સમુદાયો તેમજ મીઠાના કામદારો પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં હોવાનું જણાવ્યું. ફોકિઆના એમડી નિમેશ ફડકેએ સીએસઆરમાં ઉદ્યોગો, સમાજ, સરકાર અને એનજીઓ તમામની ચોક્કસ ભૂમિકા ઓળખવી જોઇએ તેમ કહ્યું. નવનિર્માણ અભિયાનના લાલ રાંભિયાએ મીઠાના કામદારોને પડતી સમસ્યાઓ વિશે, ગેઇમ્સના ડો. હસમુખ ચૌહાણે માતા અને બાળકોના સ્વાસ્થ્ય અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો