22મીથી ભુજથી બરેલી આવતી જતી આઠ ટ્રેન ડાઇવર્ટ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તા.22થી 27 તારીખ દરમિયાન રાજસ્થાનમાં રેલવેનું ટ્રેક ડબલીંગનું કાર્ય થવાનું હોવાથીભુજ અને બરેલી વચ્ચેનો ટ્રેન વ્યવહારઅસરગ્રસ્ત થશે. બંને તરફની ટ્રેન આ દિવસો દરમિયાન પોતાના મૂળ ટ્રેકથી ડાઇવર્ટ થવાની હોવાથી તે પૈકી સાત ટ્રેનને વધુ કિમીનું અંતર કાપવું પડશે જ્યારે એક દિવસ ઓછું અંતર કાપવું પડશે. રેલવે વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદી મુજબ ભુજ-બરેલી વચ્ચેના ટ્રેન નં. 14311, 14312, 14321 અને 14322ને આ દિવસો દરમિયાન ડાઇવર્ટ કરાઇ છે. જે પૈકી 23 અને 24 ફેબ્રુઆરીના ટ્રેન નં. 14321 (બરેલી-ભુજ)ને ફુલેરાથી મારવાડ વચ્ચે ઓરિજીનલ રૂટ પર દોડાવવાના બદલે 141 કિમી લાંબા ફુલેરા-મેડતા રોડ-જોધપુર-મારવાડ રૂટ પર ચલાવાશે. તેવી જ રીતે 22 અને 25 ફેબ્રુઆરીના ટ્રેન નં. 14311 (બરેલી-ભુજ) પણ આ રુટ પર ડાઇવર્ટ થશે. તો 22 અને 23 ફેબ્રુઆરીના 14322 (ભુજ-બરેલી) પણ આ રૂટ પર મારવાડથી જોધપુર-મઢતા રોડ થઇને ફુલેરા વચ્ચે ડાઇવર્ટ થશે. તેમજ 24 ફેબ્રુઆરીના ટ્રેન નં. 14312 (ભુજ-બરેલી) પણ આ રૂટ પર જ ડાઇવર્ટ થશે. આ તમામ ટ્રેનમાં ભુજ-બરેલી વચ્ચેનું અંતર ડાઇવર્ઝનને કારણે 141 કિમી વધી જશે. બીજી તરફ, 27 ફેબ્રુઆરીના ટ્રેન નં. 14311 (બરેલી-ભુજ) રેવાડીથી રિંગસ થઇને ફૂલેરા પહોંચશે. તેને કારણે આ રૂટ પર અંતર 65 કિમી જેટલું ઘટી જશે.

અન્ય સમાચારો પણ છે...