તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી બસ સુવિધા શરૂ કરવામાં પદાધિકારીઅોને રસ રુચિ નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાં શહેરીજનો માટે સિટી બસ સુવિધાનું સંચાલન માધાપરની સહકારી મંડળી પાસેથી લઈ લેવાયા બાદ નવા ઠેકેદારને સોંપાયું હતું. જેણે દિવાળીના તહેવારો ટાંકણે જ અચાનક સિટી બસ સેવાનું સંચાલન મૂકી દીધું હતું. જે બાદ સિટી બસ સેવા પુન: શરૂ કરવા મુદ્દે મુખ્ય અધિકારી અને કારોબારી ચેરમેનના વિસંગત નિવેદન અાવ્યા હતા. પરંતુ, લોક ઉપયોગી કાર્યોમાં પદાધિકારીઅોની ઉદાસીને કારણે હજુ સુધી શહેરના માર્ગો ઉપર સિટી બસ દોડતી થઈ નથી. અામ, બે દાયકાથી ચાલતી સેવા સેવા છેલ્લા દોઢ વર્ષમાં દમ તોડી દેતા અટકળોનો વિષય બની ગઈ છે.

ભુજ શહેર 1998માં માત્ર 6 કિ.મી.ના ઘેરાવામાં ફેલાયેલું હતું ત્યારે સિટી બસ સેવા શરૂ કરવામાં અાવી હતી. જેનું સંચાલન નગરપાલિકા દ્વારા કરવામાં અાવતું હતું. પરંતુ, પદાધિકારીઅોઅે અોળખીતા પારખીતાને સિટી બસના ડ્રાઈવર કંડકટર તરીકે ગોઠવી દીધા, જેમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હતો, જેથી 2006/07માં માધાપરની નવદુર્ગા સહકારી મંડળીને સંચાલન સોંપવામાં અાવ્યું હતું. જેણે 2019 સુધી અેટલે કે દોઢેક દાયકા સુધી સંચાલન કર્યું હતું. પરંતુ, ત્યારબાદ 2019માં નવા ઠેકેદારને સંચાલન સોંપાયું. જેને 9 મહિના પણ સંચાલન ન કર્યું અને 2019માં દિવાળી સમયે જ હાથ ઊંચા કરી દીધા. જે બાદ લાંબા સમય સુધી સિટી બસ સેવા પુન:શરૂ કરવા પદાધિકારીઅોઅે રસ રુચિ દાખવ્યા નથી, જેથી શહેરીજનો માટે અનિવાર્ય અને અાવશ્યક સેવા છિનવાઈ ગઈ હોય અેવો તાલ થયો છે. જોકે, વચ્ચે મુખ્ય અધિકારી નીતિ બોડાત રાજ્ય સરકારની સહાયથી સિટી બસ સેવા શરૂ કરવાનો અાયોજન વિચાર્યું હતું. જેને પદાધિકારીઅોઅે નકારી દીધું અને પુન: માધાપરની નવદુર્ગા સહકારી મંડળીને સંચાલન સોંપવા કારોબારી સમિતિઅે વિચાર્યું હતું. જોકે, હજુ સુધી સિટી બસ સેવા શરૂ કરાઈ નથી.

રિલોકેશન સાઈટના રહેવાસીઅોને હાલાકી
ભુજમાં ભૂકંપ પછી શહેરની પશ્ચિમ દિશામાં ન્યૂ રાવલવાડી રિલોકેશન સાઈટ, પૂર્વ દિશામાં અાર.ટી.અો. રિલોકેશન સાઈટ, દક્ષિણ દિશામાં મુન્દ્રા રિલોકેશન સાઈટ ઉપરાંત છેક સુરલભીટ પાસે જી.અાઈ.ડી.સી. રિલોકેશેન સાઈટ વિકસી છે. જેના રહેવાસીઅો માટે સિટી બસ સેવા અાશીર્વાદ રૂપ છે. ખાસ કરીને મુન્દ્રા અને ન્યૂ રાવલવાડી રિલોકેશન સાઈટના રહેવાસીઅો માટે ઉપયોગી સાબિત થઈ છે. અે ઉપરાંત જી.અાઈ.ડી.સી. રિલોકેશન સાઈટ માટે તો અનિવાર્ય બની ગઈ છે. અામ, અે ત્રણેય રિલોકેશન સાઈટની વિશાળ વસાહતના રહેવાસીઅો હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ, લોકોના મત લઈને નગરપાલિકામાં બિરાજમાન નગરસેવકોને લોકોની હાલાકીનો વિચાર સુદ્ધા અાવતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો