તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણમાં દોડેલા પદાધિકારીઅો સિટી બસ ચલાવવામાં હાંફી ગયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાં સિટી બસ સેવાના જૂના સંચાલકના સ્થાને નવા ઠેકેદારને સંચાલન સોંપ્યા બાદ પદાધિકારીઅો લોકાર્પણ માટે દોડી ગયા હતા. પરંતુ, લોક ઉપયોગી સુવિધા ચાલુ રાખવામાં માત્ર 9 માસના સમયગાળામાં જ હાંફી ગયા હતા અને છેલ્લા 2 માસથી શહેરીજનોને તેમના હાલ ઉપર મૂકીને મનોરંજનના કાર્યક્રમોમાં જોતરાઈ ગયા છે, જેથી લોકોમાં ટિકાનું કારણ બન્યા છે.

ભુજ નગરપાલિકામાં 2016માં નવા ચહેરાઅોઅે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા અને શરૂઅાતના અઢી વર્ષ દરમિયાન વિકાસ કાર્યોથી લોકોનું ધ્યાન પણ ખેંચ્યું હતું, જેમાં દાયકાઅોથી વેરાન થઈ ગયેલા ઈન્દિરાબાગનું નવનિર્માણ લોકો માટે ઉપયોગી સિદ્ધ થયું છે. પરંતુ, છેલ્લા દોઢેક વર્ષથી નવા વિકાસ કાર્યો તો ઠીક પણ દાયકાઅોથી ચાલતી સુવિધાઅોનું પણ સાતત્ય જાળવી નથી શક્યા. છેલ્લે 1998થી શરૂ થયેલી સિટી બસ સેવા 2019ના અોકટોબરમાં અચાનક બંધ થતા શહેરના 50 ટકા ઉપરાંતના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ, ગંભીરતા સમજ્યા વિના પદાધિકારીઅો અન્ય મનોરંજનના કાર્યક્રમો અાપવામાં પરોવાઈ ગયા છે. સંચાલકે સિટી બસ સેવા બંધ કર્યાના કારણો અને ઉકેલ શોધવાના પ્રયાસો પણ કર્યા નથી, જેથી અણઅાવડત છતી થઈ ગઈ છે.

સેન્ટ્રલ બસ સ્ટેશન ખસેડાતા અાવક ઘટી
નવા ઠેકેદારે નવી બસો અને રાહત રૂપ મુસાફરી યોજનાઅોથી સિટી બસ સેવાનું સંચાલન શરૂ કર્યું હતું. પરંતુ, સેન્ટ્રલ અેસ.ટી. બસ સ્ટેશનની ઈમારતને પાડીને બસ પોર્ટ બનાવવાની કામગીરી શરૂ થઈ છે, જેથી હંગામી સેન્ટ્રલ અેસ. ટી. બસ સ્ટેશન મંગલમ્ પાસે ખસેડાતા સિટી બસના પ્રવાસીઅોમાં પણ ઘટાડો થયો હતો. બીજી બાજુ, છકડાવાળાઅો સિટી બસ સ્ટેશનમાંથી પ્રવાસીઅોને ઉપાડી જતા હતા. જે બાબતે પદાધિકારીઅોઅે ઉકેલ શોધવાનો પ્રયાસ જ ન કર્યો અને ઠેકેદારને નસીબ ઉપર છોડી દીધો, જેથી સંચાલકે સેવા જ બંધ કરી દીધી. જેનો ભોગ શહેરીજનો બન્યા છે. કમ સે કમ જે વસાહતમાંથી પૂરતા પ્રવાસીઅો મળતા હતા અે વિસ્તારનો રૂટ ચાલુ રખાવ્યો હોત તો પણ મોટાભાગના લોકોને હાલાકીમાંથી બચાવી શકાયા હોત.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો