દેશલસરને ગંદુ કર્યું હવે રૂદ્રમાતાને પણ ગંદો કરાશે

Bhuj News - now the rudmata will also get dirty 061009

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
ભુજ શહેરમાં ભીડનાકાની બહાર દેશલસર તળાવ અાવેલું છે, જેમાં ભુજીયાની તળેટીની ઝુંપડપટ્ટીમાંથી અને ગટરની લાઈનની મરંમતની કામગીરી દરમિયાન બેદરકારીથી ગટરના ગંદા પાણી ઠલવાઈ ગયા છે. જેને ઉલેચીને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તળાવમાંથી ગંદા પાણી ઉલેચીને અોગન મારફતે રૂદ્રમાતા ડેમમાં વાળવામાં અાવી રહ્યા છે, જેથી અાખરે તો શુદ્ધ પાણીને અશુદ્ધ કરવાની કાર્યવાહી જ થઈ રહી છે.

સરકારી તંત્ર દેશલસર તળાવના વરસાદી વહેણ અને નાળા ઉપર દબાણો રોકવામાં નિષ્ફળ ગયું છે. ઊલ્ટું વરસાદી વહેણ અને નાળા ઉપર કાયદેસર બાંધકામની મંજુરી અાપી દીધી છે.

ભુજીયા ડુંગરની તળેટીમાં ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં દેશલસર તળાવના નાના મોટા વરસાદી વહેણ અને નાળા અાવેલા છે. જેની બંને બાજુ ઝુંપડપટ્ટી ફેલાઈ ગઈ છે. જેને ગટરના જોડાણ અપાયા નથી, જેથી મકાનોમાંથી ગટરના ગંદા પાણી વહેણમાં ઠલવાય છે અને વહેણ મારફતે દેશલસર તળાવમાં વહી નીકળે છે.

બીજી બાજું ભુજની ભૂગોળથી અજાણ ઈજનેરે ગટરની મરંમતની કામગીરી દરમિયાન ગટરના પાણી તળાવમાં ઠાલવી દીધા હતા. જે ગંદા પાણી તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલે છે, પરંતુ તળાવના અોગન મારફતે રૂદમાતા ડેમ તરફ વાળવામાં અાવી રહ્યા છે.

અામ, દેશલસર તળાવમાંથી ગંદુ પાણી બહાર કાઢીને રૂદમાતા ડેમ તરફ ઠાલવવાથી અાખરે તો શુદ્ધ પાણી અશુદ્ધ જ થશે અને અે રીતે લોકોના અારોગ્ય સાથે ચેડા જ થવાના છે.

તળાવમાંથી ગંદા પાણી કાઢી અોગન માર્ગે ડેમ તરફ ઠલવાય છે

3 દિવસથી કામગીરી બંધ છે : નગરસેવક

વોર્ડ 2ના શાસક પક્ષના નગરસેવક કાસમ કુંભાર ઉર્ફે ધાલાભાઈઅે જણાવ્યું હતું કે, દેશલસર તળાવમાંથી ગંદુ પાણી ઉલેચવાની કામગીરી છેલ્લા 3 દિવસથી બંધ છે. કેમ કે, તળ દેખાવાથી મશીન વધુ પાણી ખેંચી શકતું નથી.

સોનાપુરીની વસાહતમાં રોગચાળાનો ભય

દેશલસર તળાવના અોગન માર્ગે ગટરના ગંદા પાણી ઠલવાતા હતા. જે માર્ગે પણ વિશાળ ઝુપડપટ્ટી અાવેલી છે. લોકોની વસાહતમાંથી ગટરના ગંદા પાણી પસાર થવાથી રોગાચાળો ફેલાય અેવો ભય છે અને લોકોના અારોગ્ય સામે જોખમ ઊભું થયું છે.

X
Bhuj News - now the rudmata will also get dirty 061009
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી