તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે મતદાન મથકની બહાર સુધી મોબાઇલની છુટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી પંચની સુચના અનુસાર આદર્શ આચારસંહિતના અમલ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહન દ્વારા સેલ્યુલર ફોન વગેરે વાળુ તા. 15-3-2019 ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાની ક્રમ 1ની વિગતે અગાઉના જાહેરનામામાં મતદાનના દિવસે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇને જઇ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહીં કે વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લુટુથ, પેન કેમેરા, મોબાઇલ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક્સ સાધનો લઇ જઇ શકાશે નહીં તેમ જણાવાયું હતું, પરંતુ હવે સુધારા જાહેરનામા અનુસાર 200 મીટર ત્રિજ્યાને બદલે મતદાન મથકમાં આ સાધનો/ઉપકરણો લઇ જઇ શકાશે નહીં તેવું સુધારાવાળુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાની બાકીની શરતો/નિયમો યથાવત રહેશે.

તાલિમ-નિદર્શન માટે રખાયેલ EVM પરત લેવાયા : અાજે FLC કરાશેચૂંટણી કામગીરીના ચાલી રહેલા ધમધમાટ વચ્ચે કચ્છ લોકસભા મતક્ષેત્રના તમામ ઇવીઅેમ અને વીવીપેટને ચૂંટણી માટે સજજ કરી દેવાયા છે. કચ્છ લોકસભા મતક્ષેત્રમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતક્ષેત્રના ઇવીઅેમમાં ઉમેદવારોના નામ, ચિન્હ સહિત ઇન્સ્ટોલ કરવાની કામગીરી સંપન્ન કરી લેવામાં અાવી છે. ચૂંટણી સજજ થઇ ગયેલા ઇવીઅેમને હાલ તમામ મતક્ષેત્રમાં તૈયાર કરવામાં અાવેલ ડિસ્પેચીંગ સેન્ટરના સ્ટ્રોંગરૂમમાં રખાયા હોવાનું નાયબ જિલ્લા ચુંટણી અધિકારી અેમ.બી.પ્રજાપતિઅે માહિતી અાપતાં જણાવ્યું હતું.

અા તરફ જિલ્લામાં તાલિમ અને નિદર્ન માટે 30થી 40 જેટલા ઇવીઅેમ રાખવામાં અાવ્યા હતા. અા કામગીરી અાટોપી લેવાયા બાદ તમામ ઇવીઅેમ ઉપરાંત વીવીપેટને પરત લઇ લેવાયા છે. અાજે શુક્રવારે પરત લેવાયેલ ઇવીઅેમની અેફઅેલસી અેટલે કે ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી સંપન્ન કરવામાં અાવશે. અા પછી તમામ ઇવીઅેમ અને વીવીપેટને રિઝર્વ તરીકે રાખી મુકવામાં અાવશે. મતદાન સમયે જો કોઇ ઇવીઅેમ વીવીપેટમાં ગરબડ ઉભી થાય તો અા રિઝર્વ રખાયેલ ઇવીઅેમ-વીવીપેટનો ઉપયોગ કરવામાં અાવશે.

મતદાનના દિવસે જાહેર રજા, ઉલ્લંઘન કરનારને દંડ કરાશે
ભાસ્કર ન્યૂઝ.ભુજ

2019 લોકસભાની ચૂંટણી અંતર્ગત કચ્છમાં પણ તા.23-4ના મતદાન યોજાનાર છે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી, ચૂંટણી વિભાગના જાહેરનામાથી તા.23-4 મંગળવારના કચ્છ જિલ્લામાં રજા જાહેર કરવા ઠરાવતા જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને એક હુકમ જારી કરી કચ્છમાં તા.23-4ના મંગળવારના મતદાનના દિવસે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વટાઉખત અધિનિયમ 1881 તેમજ 1948ના મુંબઇ દુકાનો અને સંસ્થા અધિનિયમ અને કારખાના અધિનિયમ ૧૯૪૮ હેઠળ રજા જાહેર કરી છે.

જિલ્લા કલેકટરના હુકમ અન્વયે તા.23મી એપ્રિલે રજા જાહેર કરવામાં આવી છે. બેંક તેમજ કોર્પોરેશનની કચેરીઓને અને સંસ્થાઓને લાગુ પડશે. લોકસભા કે રાજયની વિધાનસભાની ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યકિત કોઇપણ વ્યાપાર, ધંધા, ઔધોગિક એકમ અથવા અન્ય કોઇપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તેમને મતદાનના દિવસે રજા મંજુર કરવા જણાવાયું છે. જો કોઇ નોકરી ઉપર રાખનાર વ્યકિત પેટા કલમ-૧ અથવા પેટા કલમ-૨ ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરશે તો આવા નોકરીદાતાને દંડને પાત્ર રહેશે.

અન્ય સમાચારો પણ છે...