તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News None Of The Development Work Suggested By Executive Members Has Been Undertaken 021532

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારોબારી સભ્યોએ સૂચવેલું એકપણ વિકાસ કાર્ય હાથ ઉપર નથી લેવાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની કચેરીમાં બે ત્રણ દિવસ પહેલા કારોબારી સમિતિના સભ્યો ધસી ગયા હતા અને એક પણ વિકાસ કાર્ય વિના સમય વીતતો હોવાથી અકળાઈને કારોબારી ચેરમેનને આડે હાથ લીધા હતા, જેથી કારોબારી ચેરમેન બીમાર પડી ગયાના હેવાલ છે.

2018ના જુલાઈ માસમાં ભરત રાણાની કારોબારી ચેરમેન તરીકે વરણી થઈ હતી. જે બાદ લાંબા સમય સુધી કારોબારીની બેઠક મળી ન હતી. છેલ્લે કારોબારી સમિતિની બેઠક મળતી થઈ છે, પરંતુ કારોબારી સભ્યોએ સૂચવેલું એક પણ વિકાસ કાર્ય હાથ ઉપર લેવાયો નથી, જેથી શનિવારે કારોબારી ચેરમેનની ચેમ્બરમાં કારોબારી સભ્યોએ ઉગ્ર રજુઆત કરી હતી. અધૂરામાં પૂરું નવનિયુક્ત પૂર્ણકાલિન મુખ્ય અધિકારી નીતિન બોડાત પણ વિકાસ કાર્યને ગતિ આપતા નથી. વર્ક ઓર્ડર થઈ ગયા હોય અને કાર્ય પણ પૂરા થઈ ગયા હોય એવી ફાઈલનો પણ નિકાલ કરતા નથી, જેથી ચૂકવણા પણ અટકી ગયા છે. પરિણામે નવા કાર્યને ઠેકેદારો પણ હાથ ઉપર લેવાનું ટાળી રહ્યા છે. જે બાબતે પણ કારોબારી ચેરમેન ભરત રાણા અને નગર અધ્યક્ષા લતાબેન સોલંકી મુખ્ય અધિકારી નીતિન બોડાતનું પૂછાણું લેતા નથી. નગરપાલિકામાં છેલ્લા આઠેક માસથી તો હાલત બદ હતી, પરંતુ છેલ્લા પંદરેક દિવસથી તો હાલત બદથી બદતર થઈ ગઈ છે. દુકાનદારો પણ નગરપાલિકાને ઉધારી આપવામાં નનૈયો ભણી રહ્યા છે.

પાલિકાના કારોબારી ચેરમેનને સભ્યોએ આડે હાથ લીધા
ધારાસભ્યે હાથે રસોઇ બનાવી જમાડ્યા
આ અગાઉ નગરસેવકો ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય પાસે ગયા હતા. જેમણે મુખ્ય અધિકારીની કાર્યરીતિથી વહીવટી કાર્યો ટલ્લે ચડ્યાની ફરિયાદ કરી હતી. વળી મુખ્ય અધિકારી પાસેથી કારોબારી ચેરમેન અને નગર અધ્યક્ષા કામ લેવામાં નિષ્ફળ જતા હોવાનું પણ જણાવ્યું હતું. જે પ્રસંગે ધારાસભ્યે હાથે રસોઈ બનાવીને નગરસેવકોને જમાડ્યા હતા અને આગળ શું કરવું એ મુદ્દે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો