તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નલિયામાં 7 વર્ષના બાળકનું ગળું દબાવીને કરપીણ હત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાના નલિયા ગામે રહેતા મુળ બિહારના પરિવારના સાત વર્ષના માસુમ બાળકનું કોઇ અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખતાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત બનાવ ગત 9 અેપ્રિલના સાંજના ચાર વાગ્યાથી સાત વાગ્યાના સમયે બન્યો હતો. મૃતકના પિતા ધનેજ સુરેન્દ્ર યાદવે પોલીસને જણાવ્યું હતું કે તેમનો સાત વર્ષનો પુત્ર અમન બપોરે ચાર વાગ્યે સુતા બાદ ઉઠ્યો ન હતો અને નલિયા સરકારી દવાખાનામાં તપાસ માટે જેતે વખતે લઇ જતાં અમનનું બે કલાક પહેલા મોત નિપજ્યું હોવાનું તબીબે જણાવતાં નલિયા પોલીસમાં નોંધ કરાવી હતી. દરમિયાન અા બનાવ પાછળ કોઇ ગર્ભિત રહશ્યો છુપાયા હોયા તેમ અને તર્ક વિતર્કો વહેતા થયા હતા. દરમિયાન બુધવારે સાંજે મૃતક અમનના પિતા ધનેજર સુરેન્દ્ર યાદવ (ઉ.વ.29)અે નલિયા પોલીસ મથકમાં તેના પુત્રનું કોઇ અજાણ્યા ઇશમે ઘરમાં અાવી ગળું અને નાક તથા મોઢું દબાવીને મોત નિપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. નલિયા પોલીસે અજાણ્યા શખ્સ સામે 302ની કલમ તળે ગુનો નોંધીને પીઅેસઅાઇ અેસ.અે.ગઢવીઅે અારોપીને ઝડપી પાડવા જીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...