Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાગર સેવા ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં રાત્રિપૂજન યોજાયું
ભુજ| જય હાટકેશ નાગર સેવા ટ્રસ્ટ અમદાવાદ(પૂર્વ) દ્વારા તાજેતરમાં અંબાજી ખાતે પાંચ દિવસની રાત્રી પૂજામાં સમગ્ર ગુજરાતથી અંદાજે 500 જેટલા નાગર પરિવારોએ માં અંબાજીના ગર્ભગૃહમાં પૂજાનો લાભ લીધો હતો. જેમાં ધાર્મિક વાતાવરણમાં ગરબા, સ્તુતિ તેમજ આરતી સાથે માતાજીની પૂજા કરવામાં આવી હતી. જેની પૂજાવિધિ શાસ્ત્રી નરેશભાઈ પંડ્યા અને શૈલેષભાઇ જોશીઅે કરી હતી. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભુજના હાટકેશ સેવા મંડળ દ્વારા 2019ના નાગર રત્ન એવોર્ડ અને ભૂષણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં ભાવનાબેન એસ. જોશીને (નાગર રત્ન-અમદાવાદ), યોગેન્દ્રભાઈ રાવલ (અમદાવાદ), રશ્મિકાન્તભાઈ પાઠક (ભાવનગર)ને મોમેન્ટો, શાલ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. રાત્રિપૂજનનાં સંચાલન બદલ મહેશભાઈ દેસાઈ અને શાસ્ત્રી નરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર વિભાકરભાઈ એન. અંતાણીનું ભારતના નકશાવાળા મોમેન્ટો સાથે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજીવ મહેતા, પ્રેમિલાબેન, દર્શન મુનશી, કિશોરભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમજ સંચાલન ભદ્રેશભાઈ દવે અને ભાવનાબેન જોશીએ કર્યું હતું.