તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Nehru Youth Center Joins 25 Sisters In Prague39s Free Embroidered Training Class 061641

નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પ્રાગપરના નિ:શુલ્ક અેમ્બ્રોઇડરી તાલીમવર્ગમાં 25 બહેનો જોડાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | નહેરુ યુવા કેન્દ્ર-ભુજ દ્વારા પ્રાગપર ખાતે નિ:શુલ્ક અેમ્બ્રોઇડરી તાલીમ વર્ગનું ઉદ્દઘાટન કરાયું હતું. ગુજરાત રાજ્ય યુવક બોર્ડના તાલુકા સંયોજક અજયસિંહ રાજપ્રત સહિતના અગ્રણીઅોના દીપ પ્રાગટ્યથી અારંભાયેલા કાર્યક્રમમાં 25 બહેનોના ગ્રૂપથી તાલીમવર્ગની શરૂઅાત કરાઇ હતી જેમને 3 માસની તાલીમ સાથે શીખવા માટે કાચો માલ પણ અપાશે. તાલીમ પૂરી થયે પ્રમાણપત્ર અપાશે. ઇન્સ્ટ્રક્ટર ઊર્મિલાબેન ગોરડિયા તાલીમ અાપશે. અા વેળાઅે ઉજાસના રીનાબેન રબારી, રાષ્ટ્રીય યુવા અને ગ્રામીણ વિકાસ પરિષદના અધ્યક્ષ કિશન ગઢવી, નારાણ શાખરા, રવિરાજસિંહ જાડેજા, નહેરુ યુવા કેન્દ્રના અેસીટી નરેન્દ્રપુરી ગોસાઇ, બટુક રાઠોડ સહિતના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...