મઢ અને ભુજમાં ઘટ સ્થાપન સાથે નવરાત્રિ શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છના પ્રસિધ્ધ યાત્રાધામ માતાનામઢ ખાતે અેક બાજુ યાત્રીકોનો પ્રવાહ ધમધમી રહ્યો છે. તો બીજીબાજુ શનિવારે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સંપન્ન સાથે જ નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ ગયો હતો. સાંજે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ કરવામાં અાવી હતી. મોટી સંખ્યામાં અાગેવાનો તેમજ ભાવિકો જોડાયા હતા. ઘટ સ્થાપન વિધિ દેવકૃષ્ણ વાસુઅે કરાવી હતી. તો ભુજના આશાપુરા મંદિરે સાંજે પોણાપાંચના શુભ મુહૂર્ત પૂજારી જનાર્દનભાઈ દવેએ વિધિવત શ્રીફળ કળશ સ્થાપન કરી નવરાત્રીનો પ્રારંભ કરાવ્યો હતો. આઇશ્રી આશાપુરાના ચરણોમાં ઘટ સ્થાપન કરી સાંધ્ય આરતી ઉતારી ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. નવ દિવસ નોરતાની ત્રણેય પહોરની આરતીનો લાભ લેવા શ્રદ્ધાળુઓને આમંત્રણ સંસ્થા તરફથી આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...