તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Natural Agriculture Training Training Workshop Organized In Vadtal 78 Farmers Joined From Kutch 061706

વડતાલમાં પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ તાલીમ કાર્યશાળા યોજાઇ : કચ્છથી 78 ખેડૂત જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ| એગ્રીકલ્ચરલ ટેક્નોલોજિ મેનેજમેન્ટ એજન્સી-આત્મા દ્વારા વડતાલમાં 5/12 થી 11/12 સુધી સાત દિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ તાલીમ કાર્યશાળા યોજાઇ હતી જેનું જીવંત પ્રસારણ ભુજમાં યોજાયું હતું. અા કાર્યશાળાનું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં સમાપન કરાયું હતું. જીવંત પ્રસારણ મારફતે જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઇઓ/બહેનોએ સતત હાજર રહી વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ જિલ્લાના 78 ખેડૂત ભાઇઓ/બહેનોને વડતાલ ખાતે તાલીમ કાર્યશાળામાં તાલીમ અર્થે પ્રસ્થાન કરાવાયું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ તમામને ખેતીને ઝેરમુક્ત બનાવવા પ્રાકૃતિક કૃષિ અભિગમ અપનાવવા જણાવ્યું હતું. ઉપસ્થિત ખેડૂતોએ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અભિગમ સ્વયં અપનાવશે તેમજ અન્ય ખેડુતોને અભિગમ અપનાવવા અને તાલીમમાં મેળવેલ જ્ઞાન અને માર્ગદર્શન પુરું પાડશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી. ડીડીઅોના હસ્તે પ્રતિકરૂપે 30 માસ્ટર ટ્રેનરને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. અા વેળાઅે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. કે.ઓ. વાઘેલા, નાયબ ખેતી નિયામક (વિ.) ડી.એમ. મેણાંત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...