તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15મીઅે શિરડીમાં EPS 95 યોજનાના પેન્શનરોનું રાષ્ટ્રીય મહાસંમેલન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજ| મહારાષ્ટ્રના સાંઇ પાલખી નિવાસ, શિરડી ખાતે રાષ્ટ્રીય અાંદોલન સમિતિ દ્વારા તા.15/3/2020ના યોજાનારા રાષ્ટ્રીય મહાસંમેલનમાં ઇ.પી.અેસ. 95 યોજનાના કચ્છી પેન્શનરો પણ જોડાશે. પેન્શનરોના પેન્શનમાં વધારો થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષથી રજૂઅાતો કરવામાં અાવી રહી છે. રાષ્ટ્રીય અાંદોલન સમિતિના અધ્યક્ષ રાઉતે વડાપ્રધાન મોદી સમક્ષ પણ અા મુદ્દો મુક્યો હતો, જેના પગલે વડાપ્રધાને હકારાત્મક અભિગમ દાખવતાં, અા પ્રશ્નનો ટૂક સમયમાં નીવેડો અાવે તેવી શક્યતાઅો સેવાઇ રહી છે. જેને લઇને અા યોજનથી લોકોને વાકેફ કરવામાટે તા.15/3/2020ના સાંઇ પાલખી નિવાસ, શિરડી ખાતે યોજનારા મહાસંમેલનમાં કચ્છના પેન્શનરો પણ જોડાશે અેમ ગુજરાત ડેરી વિકાસ નિગમ-માધાપર, ઇ.પી.અેસ. 95 યોજના પેન્શનર લડત સમિતિના પ્રમુખ દ્વારા જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો