તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખપતના ખટીયા ગામને જળસંગ્રહ માટે રાષ્ટ્રીય પુરસ્કાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ખટીયા ગામને 2011થી 2017 દરમિયાન જળસંગ્રહની શ્રેષ્ઠ કામગીરીમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું છે, જેથી દિલ્હીમાં સોમવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે ખટીયાને શ્રેષ્ઠ પંચાયત તરીકે સન્માનાયા હતા.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ખટીયા ગ્રામ પંચાયતે તળાવ, ચેકડેમ, અર્ધન બંડ, જમીન સુધારણાની કામગીરી, ઘર ઘરમાં વરસાદી પાણી સંગ્રહ માટેના અન્ડર ગ્રાઉન્ડ ટાંકાનું કાર્ય હાથ ધર્યું હતું. જે માટે નેશનલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ખટીયા ગામની પસંદગી કરી હતી. જે પહેલા થર્ડ પાર્ટી દ્વારા ઈન્સ્પેકશન પણ કરાયું હતું, જેમાં 2019ની 15મી ફેબ્રુઆરીએ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓએ સ્થળ ચકાસણી પણ કરી હતી. જે બાદ ખટીયા ગ્રામ પંચાયતની દરખાસ્તને ટેકો મળ્યો હતો. દિલ્હીમાં માલવણકર હોલ ખાતે સોમવારે રાષ્ટ્રીય પુરષ્કાર 2018નું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે ખટીયા ગ્રામ પંચાયતને 1 લખ રૂપિયા સાથે એવોર્ડ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો