તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Mystical Underground Explosion In Middle East Kutch Shock Was Also Experienced 062024

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્ય-પૂર્વ કચ્છમાં ભેદી ભૂગર્ભ ધડાકા: અાંચકો પણ અનુભવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
2001ના ભયાનક ભૂકંપની 19મી વરસી નજીક અાવી રહી છે ત્યારે મધ્ય અને પૂર્વ કચ્છમાં અાજે સવારે જમીનમાં ભેદી ભડાકા સાથે અાંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

રાજ્યના સીસ્મોલોજી વિભાગમાં અાશ્ચર્ય વચ્ચે દુધઇ નજીક માત્ર 1.3 તીવ્રતાનું અેક હળવું કંપન નોંધાયું હતું, અે પણ ગત રાત્રે. ભુજ અને અંજાર તાલુકાની અાહિરપટ્ટીથી માંડીને ભચાઉના કંથકોટ તોરણીયા સુધીના વિસ્તારમાં અા ભૂગર્ભીય હલચલ અનુભવાઇ હતી. તોરણીયા સહિતના ગામોમાં લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.

કંથકોટ પંથકમાં ત્રણથી છ ભેદી ધડાકા
ભચાઉના પ્રતિનિધિના હેવાલ પ્રમાણે કચ્છના વાગડ પંથકમાં કુદરતી અાફતો અાવતી રહે છે. અતિ વરસાદ, બરફના કરા, માવઠું, વાવાઝોડું અને ન ભુલાય તેવા ધરતીકંપ વર્ષો પછી પણ અાંચકા બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. કંથકોટ ગામના સવજીભાઇ સંઘારે જણાવ્યું હતું કે અાજે સવારે 11થી 12 વાગ્યા સુધી ધરતીની અંદર 3થી 6 ભેદી ધડાકાઅો સાથે અાંચકાનો અનુભવ થયો હતો. તોરણીયાના સરપંચ રાણુભા જાડેજાઅે જણાવ્યું કે અમારા ગામમાં પણ અાંચકાનો અનુભવ થયો હતો, જમીનની અંદર ભેદી ધડાકાઅો સંભળાયા હતા. ઘણી જગ્યાઅે લોકો ગભરાટના માર્યા પોતાના ઘરમાંથી બહાર દોડી ગયા હતા.

ભૂસ્તરશાસ્ત્રીઅે દર્શાવી બે શક્યતા, તેમાં અેક સોનીક બુમ
સામાન્યત: જાન્યુઅારીમાં અેરફોર્સની કવાયત થતી હોય છે, તેમાં ફાઇટર પ્લેન દ્વારા તેઝ ધ્વની થાય ત્યારે ‘ભેદી’ ધડાકા સંભળાતા હોય છે. કચ્છ યુનિ.ના જીયોલોજી વિભાગના વડા પ્રો. મહેશ ઠક્કરે ‘સોનીક બુમ’ તરીકે અોળખાતા અાવા ધડાકાની સંભાવના દર્શાવી હતી, અે સિવાય બીજું કારણ વર્ણવતા તેમણે કહ્યું કે સરફેસ- ધરતીની સપાટીથી નજીક ક્યારેક ઘર્ષણ થાય તથા ગરમી કે ઉર્જા છુટી થાય ત્યારે, અે સંજોગોમાં સીસ્મોગ્રાફમાં અાંચકો નોંધાતો નથી હોતો પરંતુ લોકોને ધડાકા સાથે કંપન અનુભવાતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો