• Gujarati News
  • National
  • Bhuj News My Concert In Bhuj Was Colored By A Dish Contest By Sony Women Association 062100

ભુજમાં મારૂ કંસારા સોની મહિલા મંડળ દ્વારા વાનગી હરીફાઈએ રંગ જમાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ | મારૂ કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા તા. 5/2ના કંસારા બજાર સ્થિત લગ્નવાડીમાં સ્ટાર્ટર અને સેન્ડવીચ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. મહિલા મંડળના પ્રમુખ સુધા એ. બુધ્ધભટ્ટીએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ આવા અનેક પ્રોજેક્ટ યોજી બહેનોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. પ્રોજેક્ટ ચેરપર્સન કવિતાબેન બારમેડાએ સર્વેનું સ્વાગત કર્યું હતું. સમાજના પ્રમુખ હિતેશભાઈ ગુજરાતી, ધર્મેન્દ્રભાઈ બારમેડા, મહેશ ભાઈ કંસારા, ચેતનભાઇ બારમેડા, યુવક મંડળના પ્રમુખ ભાવેશભાઈ બગ્ગા ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું. કુકિંગ એક્સપર્ટ અનિતાબેન ધોળકિયા તેમજ ડાયેટિશિયન વિશાખાબેન ભાવસારે નિર્ણાયકની સેવા આપી હતી. જેમાં ઓસાકા કટ્ટા(પ્રથમ), રૂપ ચનાણી(દ્વિતીય), હેતલ ગુજરાતી(તૃતીય) ને મહિલા મંડળ તેમજ હેતા સતીશભાઈ તરફથી તથા કુંજ બુધ્ધભટ્ટી, પૂનમ બુધ્ધભટ્ટી, પ્રિયા ચનાણીને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતાં. ખુશાલીબેન બુધ્ધભટ્ટી, રાજશ્રીબેન બુધ્ધભટ્ટી, નીલાબેન પોમલ, અરુણાબેન બુધ્ધભટ્ટી, ઇન્દિરાબેન સોલંકી, ક્રીમ છત્રાળા, ભાવિની પરમાર, ભાવનાબેન ચણાની, ભાવનાબેન બુધ્ધભટ્ટી, દયાબેન સોલંકીએ પ્રોજેક્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
અન્ય સમાચારો પણ છે...