• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News mundra39s 7 year old child was treated for dengue locally 061629

મુન્દ્રાની 7 વર્ષની બાળાને ડેન્ગ્યુ થતાં સ્થાનિકે સારવાર અપાયા

Bhuj News - mundra39s 7 year old child was treated for dengue locally 061629

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST

મુન્દ્રાની 7 વર્ષની બાળાને ડેન્ગ્યુ થતાં સ્થાનિકે સારવાર અપાયા બાદ ગંભીર હાલતમાં ભુજ ખસેડાઇ હતી જ્યાં તબીબની યોગ્ય સારવારથી તેને નવજીવન મળ્યું હોવાનો દાવો સંસ્થા દ્વારા કરાયો હતો. મુસ્કાન અલીમામદ સમેજા નામની અા બાળદર્દીને મુન્દ્રાની અદાણી હોસ્પિટલથી ભુજમાં ડો. દેવેન્દ્ર ડાંગર પાસે ગંભીર હાલતમાં ખસેડાઇ હતી. બાળાને લોહીની ઉલટીઅો થતાં હાલત વધુ કથળી હતી પણ ભુજના તબીબે સતત 8 દિવસ અાપેલી સારવારથી નવજીવન મળ્યું હતું તેમ તેની સારવારનો ખર્ચ ઉઠાવનારા કસવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શાહીદ સમેજા, બશીર અહેમદ અને પીર હસનશાની યાદીમાં જણાવાયું હતું.

X
Bhuj News - mundra39s 7 year old child was treated for dengue locally 061629

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી