તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Mumbai Artisan Lodges Complaint Against A Division For Rs 17 Lakh Fraud 061114

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇના કારીગરે 17 લાખ રૂપીયાની ઠગાઇ થયાની ફરીયાદ એ-ડિવિઝનમાં નોંધાવી હતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇના કારીગરને પેનલ બોર્ડ બનાવી પૈસા ન આપી અને સોનાના બિસ્કીટ આપવાની લાલચે 17 લાખ રૂપીયાની ઠગાઇ કરાયાની ફરીયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવાઇ હતી. 31મી ડિસેમ્બરે નોંધાયેલી ફરીયાદમાં પોલીસના હાથ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી શક્યા નથી.

પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઇના કારીગર રોહીત શેટ્ટીને ફેસબુકથી પરીચય થયા બાદ સુલતાન નામના શખ્સ સાથે મળ્યા બાદ મેટલમેટના 34 પેનલ બનાવ્યાનો ઓર્ડર મેળવી સુલતાને પૈસા આપ્યા ન હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેના પાસેથી પૈસાની માંગણી કરતા સુલતાને થોડા દિવસ રાહ જોવાનું કહ્યું હતું. બાદમાં સુલતાને પૈસાને બદલે સોનાના બિસ્કીટ આપવાની વાત કરતા રોહીતે વાત સ્વિકારી હતી. બાદમાં સુલતાને ‘અમીત શાહ અમારા હાથમા છે તારાથી જે થાય તે કરી લે’ તેમ કહી દેતા ફરીયાદ નોંધાવી હતી. આ અંગે પીઅેસઆઇ કે. એચ. બારીયાએ કહ્યું કે, ફરીયાદીની અરજીથી ફરીયાદ નોંધી લીધી બાદમાં તેને નિવેદન માટે ફોન કરી અને પત્રથી જાણ કરતા તે આવેલ નથી જેથી તપાસ અટકી ગઇ છે.

છેતરપિંડીના કેસમાં ફરિયાદી નિવેદન માટે ન આવતા પોલીસ તપાસ ઘોંચમાં
સોનાના માટલા આપવાનું કહી 6.22 લાખ પડાવ્યાના કેસમાં 1 આરોપી છે મૃતક
વરનોરાના માલધારીને સોનાના માટલા આપવા માટે વિધી કરવાના નામે ટુકડે ટુકડે 6.22 લાખ પડાવી લીધાના બેસમાં છ શખ્સો સામે એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. વિભાભાઇ શકુભા રબારીએ ઢોરીના હારૂન, ભુજના જુસબ મૌલાના અને તેનો છોકરો સિકંદર, મૌલાનાનો નાનો પુત્ર અને અજાણ્યા બે શખ્સો સામે ફોજદારી નોંધાવી હતી. બે માસ પૂર્વે 6.22 લાખ લીધા બાદ પૈસા પરત આપવાનું કહીને પૈસા પરત ન આપતા બે દિવસ પૂર્વે ફરીયાદ નોંધાઇ છે. જો કે આ કેસમાં પોલીસે હજુ સુધી કોઇની ધરપકડ કરી નથી. તો સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, જુસબ મૌલાનાનું દસેક દિવસ પૂર્વે મોત થયેલું છે. આ પિતા-પુત્રો સામે અગાઉ માનકુવા પોલીસ મથકે આવી જ રીતથે છેતરપિંડીના ગુનો નોંધાઇ ચુકયા છે.

ઉમરાહ લઇ જવા મુદ્દે થયેલી ઠગાઇમાં પિતા-પુત્ર પણ ધરપકડથી દુર
ભુજ એ-ડિવિઝનમાં ઉમરાહ લઇ જવાના મુદ્દે પૈસા લઇ મક્કા-મદીના ન લઇ જઇ ઠગાઇ કરતા ટુરના સંચાલક પિતા-પુત્ર ઇન્તેખાબ બાયડ અને અમન બાયડ સામે ગુનો નોંધાયો હતો. ચેક આપ્યા બાદ બાઉન્સ ગયા હતા. 4.5 લાખની છેતરપિંડીમાં ફરીયાદ નોંધાયા બાદ નિવેદનોનો દોર ચાલુ છે હજુ આરોપીઓની ધરપકડ કરાઇ ન હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો